click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે – જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે – જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ
BhavnagarGujarat

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે – જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ

લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી શ્રી વિનુભાઈ ગાંધીનો યોજાયો સન્માન સમારોહ

Last updated: 2026/07/17 at 4:38 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.

વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રીય વિચારક અને માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી સણોસરામાં કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલનાં અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો.

જળસંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા તેમના ઉદબોધનમાં જણાવાયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્દ્રમાં રહેલી છે. કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.

કેન્દ્ર સરકાર દ્વારા પીવાના પાણી તથા સિંચાઈ સંબંધી આંકડાકીય સ્થિતિ અને ઉપલબ્ધિઓ સાથે પાણી વાપરવું આપણો અધિકાર પરંતુ ધરતી માતાનું એ ઋણ છે, જે ચૂકવવું આપણી ફરજ હોવાનું જણાવી જળસંગ્રહ માટે ભાર પૂર્વક અનુરોધ કરી કેન્દ્રીય પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલે સન્માનિત વિનુભાઈ ગાંધી દ્વારા કલ્પસર માટેના અભિયાન કાર્યોને વંદન કરીને પાણી સંગ્રહ સાથેની આ વિરાટ બહુહેતુક યોજના અંગે સરકાર ખૂબ સક્રિય હોવાની વાત કરી.

સન્માનિત વિનુભાઈ ગાંધીએ અગાઉ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પસર માટે નાળિયેર નાખીને કરાયેલ સંકલ્પ હવે સાકાર થશે તેવી આશા વ્યક્ત કરી અને ઉમેર્યું કે ખંભાતનો અખાત વિસ્તાર એ પ્રકૃતિએ આપણને આપેલી મોટી ભેટ છે, જ્યાં કલ્પસર સાકાર થશે.

કલ્પસર સહયોગ સમિતિ દ્વારા પુરષોત્તમભાઈ કમાણી અને મહાનુભાવોના હસ્તે આ સન્માન અર્પણ થયું. આ સન્માનમાં મળેલ રૂપિયા ૧૧,૧૧,૧૧૧ રકમમાં રૂપિયા ૧૧,૧૧૧ ઉમેરીને આ પ્રવૃત્તિને સહયોગી બનવા આ રાશિ સન્માનિત વિનુભાઈ ગાંધીએ પરત અર્પણ કરી.

પ્રારંભે જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) તથા લોકભારતી સંસ્થાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્ય થયું.

આ પ્રસંગે અરુણભાઈ દવેએ પ્રાસંગિક ભૂમિકા આપતાં સમગ્ર વિશ્વ માટે નમૂનો બનનાર કલ્પસર યોજના એ આપણું સદભાગ્ય ગણાવ્યું. તેઓએ લોકભારતી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરીનો ઉલ્લેખ કરી વૈશ્વિક કક્ષાએ લોકભારતીની ભૂમિકા જણાવી અને જળ સંગ્રહ, ગૌ સંવર્ધન, કૃષિ સંશોધન વગેરેની વાત ઉમેરી.

આ પ્રસંગે સન્માન પત્રનું વાચન લોકભારતી વિશ્વવિદ્યાલયના વિશાલભાઈ ભાદાણીએ કર્યું. આભારવિધિ કમલનયનભાઈ સોજીત્રાએ કરી. કાર્યક્રમ સંચાલનમાં હાર્દિકભાઈ સોરઠિયા રહ્યાં હતાં. પ્રારંભે લોકભારતી સંગીતવૃંદ દ્વારા ગીત ગાન પ્રસ્તુત થયેલ. મોજીલી શાળા આંબલાના બાળકો દ્વારા યોગાસન અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે મહેમાનોને આવકારેલ.

અભિનવ સન્માન સમારોહ પ્રસંગે અગ્રણીઓ બેચરભાઈ ભાદાણી, ધનરાજભાઈ કૈલા, કમલનયનભાઈ સોજીત્રા અને દિલીપભાઈ સખિયા મુખ્ય મહેમાન તરીકે રહ્યાં.

આ પ્રસંગે અગ્રણી મહાનુભાવો કાંતિભાઈ ગોઠી, પ્રફુલભાઈ સેંજળિયા, નલીનભાઈ પંડિત, રઘુભાઈ હુંબલ, જીવાભાઈ બારડ, મગનભાઈ મોલિયા, પ્રકાશભાઈ સખિયા, વીરજીભાઈ જસાણી, હીરજીભાઈ ભીંગરાડિયા, વિજયભાઈ લોલિયાણા, મનુભાઈ સવાણી, પરશોત્તમભાઈ સિધ્ધપુરા, હિરેનભાઈ હામલિયા, ગોકુળભાઈ આલ, વલ્લભભાઈ રાઠોડ અને અન્ય કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, Arunbhai Dave, bhavnagar news, Breaking news, CM Gujarat, CR Patil, Drinking Water Gujarat, gujarat, Gujarat development news, Gujarat Water Resources, gujarati news, Gulf of Khambhat Project, india news, irrigation project Gujarat, Kalpasar project Gujarat, Kalpasar Samman Samaroh, Kalpasar Yojana, latest news, localnewsingujarat, Lokbharati Sanosara, Lokbharati University, Multi Purpose Water Project, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Purushottambhai Kamani, Saurashtra Irrigation, Saurashtra news, Saurashtra Water Project, top news channel, topnews, topnewschannelinindia, Vinubhai Gandhi, Vinubhai Gandhi Felicitation, Water Conservation Gujarat, Water Storage India, કલ્પસર કર્મયોગી, કલ્પસર યોજના, કલ્પસર સહયોગ સમિતિ, ખંભાતનો અખાત, ગુજરાત જળસંચય, ચંદ્રકાંત પાટીલ, જળ સંસાધન મંત્રી, ભારત, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, વિનુભાઈ ગાંધી, સૌરાષ્ટ્ર પાણી યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શું સોનમ વાંગચુકે ચેવાંગ નોરફેલની આર્ટિફિશિયલ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરી હતી? જાણો વાયરલ દાવાની હકીકત
Next Article ન પેટન્ટનો પુરાવો, ન ગરીબ પરિવારની પૃષ્ઠભૂમિ : જાણો સોનમ વાંગચુકની અસલી કહાની

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?