Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

news channel in india

4,461 stories

આણંદના બાકરોલમાં ₹67.52 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹67.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે નડિયાદના બિલોદરા ખાતે ₹6.98 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસોનું…

· 3 min read

કપડવંજ 108ની ટીમે તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં કરાવી સફળ નોર્મલ ડિલિવરી

રાતનો સમય, ધોધમાર વરસાદ અને પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાતી સગર્ભા માતા... પરિવાર માટે ચિંતાની આ ઘડીમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બનીને પહોંચી હતી. કપડવંજ તાલુકાના નવાગામની સગર્ભા માતાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા અત્યંત તીવ્ર બનતાં…

· 4 min read

અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલનો વિકાસ-પર્યાવરણ અને સુરક્ષા પર ફોકસ

80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લામાં શિક્ષણ, પર્યાવરણ, વિકાસ અને સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ શ્રીમતી શાંતાબા હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો, શહેરમાં ઓક્સિજન…

· 7 min read

અમરેલી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ : નાગનાથ મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમરેલી જિલ્લાના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. આગામી 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે યોજાનારી હોવાથી મુખ્યમંત્રીના આ પ્રવાસને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર,…

· 4 min read

UAEથી ભારત લવાયો ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયા, NCBની મોટી કાર્યવાહી

નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે ભારતને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ફરાર ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવાર, 14 ઓગસ્ટ 2026ના રોજ…

· 6 min read

આંબલીયાસણના ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ મુદ્દે વિવાદ, એટ્રોસિટી એક્ટ હેઠળ FIR, પૂજારી પક્ષે પણ નોંધાવી હુમલાની ફરિયાદ

મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામમાં આવેલા ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે બે પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે અલગ-અલગ બે FIR દાખલ…

· 6 min read

મોદી-મેલોની અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર રાજકીય ઘમાસાણ : BJPનો પ્રહાર, પૂછ્યું- ‘તમે ક્યારે મોટા થશો?’

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અંગે કરવામાં આવેલી ટિપ્પણી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના સંદર્ભમાં થયેલી વાતચીતને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. ભાજપના અનેક નેતાઓએ રાહુલ ગાંધી પર વિપક્ષના નેતાના…

· 6 min read

બોટાદના ટાટમ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી : ગ્રામજનના ઘરે ભોજન, શાળામાં રાત્રિ વિશ્રામ અને સવારે યોગાભ્યાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ જિલ્લાના ટાટમ અને ગોરડકા ગામોની મુલાકાત દરમિયાન સાદગી, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક જીવનશૈલીનો વિશેષ સંદેશ આપ્યો હતો. ટાટમ ગામમાં તેમણે કોઈ વિશેષ ઔપચારિકતા કે પ્રોટોકોલ વિના સ્થાનિક પરિવાર સાથે બેસીને સાદું રાત્રિભોજન લીધું, પ્રાથમિક શાળાના સામાન્ય…

· 6 min read

₹3.56 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં GAS અધિકારી કેતકી વ્યાસ જેલ હવાલે

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના સસ્પેન્ડેડ ક્લાસ-1 અધિકારી અને આણંદના પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમાણસર મિલકતના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યાં છે. અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ…

· 6 min read

ક્રૂડનો દિગ્ગજ રશિયા ભારત પાસેથી કેમ ખરીદી રહ્યું છે પેટ્રોલ? યુક્રેનના ડ્રોન હુમલાથી બદલાયો ઓઇલ ટ્રેડનો ખેલ

દુનિયાના મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સામેલ રશિયા હવે ભારત પાસેથી પેટ્રોલ એટલે કે ગેસોલિન ખરીદી રહ્યું છે. પહેલી નજરે આ સ્થિતિ વિરોધાભાસી લાગે છે. ભારત પોતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે, તો પછી એ…

· 9 min read