વલસાડ-નવસારીના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરના કારણે પ્રભાવિત થયેલા નાગરિકો, વેપારીઓ, લારી-ગલ્લાધારકો, શ્રમિકો અને ખેડૂતોને રાહત આપવા ગુજરાત સરકારે વિવિધ સહાય પગલાંની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વલસાડની મુલાકાત દરમિયાન…










