ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયે કોંગ્રેસ અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભગવાન શ્રીરામની તસવીરનું અપમાન કરવાનો આરોપ લગાવી આકરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે ભગવાન શ્રીરામની તસવીર સાથે કરવામાં આવેલા વર્તનથી કરોડો રામભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે કોંગ્રેસને હિન્દુ સમાજની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
‘રાહુલ ગાંધી પાસેથી હિન્દુ આસ્થાના સન્માનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?’
અમિત માલવીયે પોતાના નિવેદનમાં પ્રશ્ન ઉઠાવ્યો કે, “જૂતા પહેરીને ભગવાન શ્રીરામને કોણ ચઢાવો ચઢાવે? હિન્દુઓ તો પોતાના ઘરના મંદિરમાં પણ જૂતા-ચપ્પલ ઉતારીને જ ભગવાનના દર્શન કરે છે.”
આ સાથે તેમણે રાહુલ ગાંધી અંગે વ્યક્તિગત ટિપ્પણી કરતાં કહ્યું, “ખ્રિસ્તી માતા અને પારસી પિતાના ઘરમાં જન્મેલા રાહુલ ગાંધી પાસેથી હિન્દુ આસ્થાનું સન્માન કરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?”
તેમણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો કે ભગવા વસ્ત્રોમાં દેખાતી વ્યક્તિ કોંગ્રેસનો નેતા અને રાહુલ ગાંધીનો સમર્થક છે.
जूते पहनकर कौन भगवान श्रीराम को चढ़ावा चढ़ाता है? हिंदू तो अपने घर के मंदिर में भी जूते-चप्पल उतारकर ही भगवान के दर्शन करते हैं। लेकिन एक ईसाई माँ और पारसी पिता से जन्मे राहुल गांधी से हिंदू आस्थाओं के आदर की अपेक्षा भी कैसे की जा सकती है?
और भगवा पहन कर बैठा यह व्यक्ति कांग्रेस… https://t.co/ICfJ3acKX3 pic.twitter.com/zhI4W7qUKk
— Amit Malviya (@amitmalviya) July 31, 2026
‘ભગવાન શ્રીરામની તસવીરને જમીન પર સ્પર્શ કરાવવો નિંદનીય’
ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે એક તરફ ભગવાન શ્રીરામની તસવીર હાથમાં લઈને આસ્થાનું પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યારે બીજી તરફ એ જ તસવીરને જમીન સાથે સ્પર્શ કરાવવામાં આવી હતી. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ગણાવી હતી.
માલવીયે કહ્યું કે ભગવાન શ્રીરામની તસવીર માત્ર એક ચિત્ર નથી, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. આવી ઘટના હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓનું અપમાન સમાન હોવાનું તેમણે જણાવ્યું.
કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગ
અમિત માલવીયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આ મુદ્દે હિન્દુ સમાજની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. તેમના કહેવા મુજબ આ ઘટનાથી કરોડો રામભક્તોની ભાવનાઓ દુભાઈ છે.
જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ અથવા રાહુલ ગાંધી તરફથી અમિત માલવીયના આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
રાજકીય ઘમાસાણ તેજ
અમિત માલવીયના નિવેદન બાદ આ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે કોંગ્રેસ પર હિન્દુ આસ્થાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસ તરફથી હજુ સુધી આ આરોપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય નિવેદનો વધુ તેજ બનવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel