બુહારી ના બલ્લુકાકા દેસાઈ સંકુલમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી તેમજ સંગઠન પ્રભારી માધુભાઈ કથીરીયા એ કાર્યકરો ને સંબોધ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કટોકટી દિવસની કેમ ઉજવણી કરવામાં આવે છે કાર્યકરોને જણાવ્યું હતું. મીડિયાને જણાવ્યું હતું કે 25 જૂન 1975 ના રોજ તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા ભારત દેશ ઉપર કટોકટી લાદીને એક પ્રકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો હતો. ગરીબોને જેલમાં નાખવું, ગરીબો માટે બોલવું એ લોકોને જેલ ભેગા કરવા એ કટોકટીને આજે પણ દેશ ભૂલ્યો નથી. ભારતીય જનસંઘના કાર્યકરથી લઈને અનેક લોકોએ દેશ માટે ચિંતા કરતા હતા એ લોકોને પણ કટોકટી લાદીને અડધી રાત્રે જેલ ભેગા કરવામાં આવ્યા, દેશ માટે અવાજ ઉઠાવનારનું ગળું દબાવવામાં આવતું આવી તાનાશાહીને હર હંમેશ યાદ રાખીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે, ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ, ભારત દેશની સંસ્કૃતિ કેવી હોવી જોઈએ, ભારત દેશ કેવો હોવો જોઈએ એના વિચારો સાથે યાદ કરીને 25 જૂન ના આ દિવસે કટોકટી દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવે છે.
આ પ્રંસગે તાપી જિલ્લા પ્રભારી માધુભાઇ કથીરીયા, જિલ્લા પ્રમુખ મયંક જોષી અને જિલ્લા મહામંત્રી રાકેશ કાચવાલા, ડો. નિલેશ ચૌધરી, સીનીયર આગેવાન ઉદય દેસાઇ, પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઇ, તાલુકા પ્રમુખ ટ્વિંકલ પટેલ, કાર્યક્રમના ઇન્ચાર્જ વિરલ કોકણી, સહ ઇન્ચાર્જ પરિમલ સોલંકી, વિક્રમ ગામીત તથા જીલ્લા ભાજપ નાં હોદ્દેદાર,જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો, નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટેટ :- વિકાસ શાહ
બાઈટ :- નરેશ પટેલ ( માજી મંત્રી ગુજરાત સરકાર )