ભાવનગરમાં રહીને પોતાની જાત મહેનતે ઈન્ડિયાના ટોપ ૧૦૦માં પહોંચેલા ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રા સાથે એક મુલાકાત.
શું ફાયદાઓ સ્પોર્ટ્સ રમવા થી ?
સૌરભે જણાવ્યું કે સ્પોર્ટ્સ થી વિદ્યાથીઓ ને સર્વાંગી વિકાસ થાય છે .બે પ્રકારના સ્પોર્ટ્સ જોવા મળે છે , એક જેમાં ટીમ વર્ક હોય જેમ કે ક્રિકેટ , ફૂટબોલ , બેક્સેટબૉલ વિગેરે જ્યારે બીજી પ્રકારનો સોલો સ્પોર્ટ્સ હોય છે જેમાં ટેનિસ , ટેબલ ટેનિસ , બેડમિન્ટન વિગેરે આવે છે .
ટીમ વર્ક સાથે નો સ્પોર્ટ્સ રમવા થી તમારામાં ટીમ ને સાથે લઈને કામ કરવાની ભાવના આવશે , જો તમે કેપ્ટન છો તો ટીમ ના બધા ખેલાડીઓ નો કેટલો વધુ પડતો ફાયદો લઈને ટીમને ફાયદો થાય તેની આવડત તમે કેળવી શકો છો . ક્યારેક કોઈની ભૂલ થી ટીમ હારી જાય તો તમે તે હાર પચાવી શકો છે તે પણ શીખવા મળે છે .
જ્યારે સોલો સ્પોર્ટ્સ રમવાથી દરેક પ્રકારના નિર્ણયો તમારા હોય છે તેમાં તમે જીતો કે હારો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહે છે જેને કારણે તમારા ઉપર સ્ટ્રેસ અને પ્રેશર વધુ હોય છે અને કપરી માં કપરી પરિસ્થિતિમાં સાચા નિર્ણયો લેવાની ક્ષમતા વધે છે .
સારુ કોચિંગ કેટલું જરૂરી …..
ટેનિસ પ્લેયર અને કોચ સૌરભે જણાવ્યું કે જેમ ભણવામાં સારા ટીચર ની જરૂર હોય છે તેમ કોઈ પણ સ્પોર્ટ્સ માં સારા કોચ થકી જ પ્લેયર આગળ વધી શકે છે .
સૌરભ મિશ્રા પોતાની મમતા ટેનિસ એકેડેમી ચલાવે છે જેમાં ૮૦ થી વધુ ટેનિસ પ્લેયર કોચિંગ લે છે .
સૌરભ પોતેજ જ દરેક પ્લેયર ટ્રેનિંગ આપે છે , સાથે સાથે હાર્ડ વર્ક ની પણ શિખામણ આપે છે . સૌરભ જણાવે છે કે ફક્ત એક કલાક ના કોચિંગ થી કામ પૂરું નથી થઈ જતું , તેના માટે કડી મેહનત અને સ્પોર્ટસ પ્રત્યેની ડેડીકેશન ખૂબ જરૂરી હોય છે .
વધુમાં આગળ જણાવતા સૌરભે પોતાના જ એકેડેમી માં આવતા એક પ્લેયરની વાત વાગોળતા કહ્યું , જેટલી નાની ઉમર થી બાળક ને કોઈ સ્પોર્ટ્સ માં શીખવા મૂકશો, બાળક તેટલું સ્પોર્ટ્સમાં આગળ વધશે . મારા પાસે બહારગામ થી એક બાળક રોજ કોચિંગ લેવા આવે છે તેના પિતાએ મને એમ કહ્યું છે “સૌરભ સર હવે આ છોકરો તમારો , મારે આને કંઈક બનાવો છે ” અને મોટા કોર્ટ ઉપર રમતો જોવો છે . જો આવું ડેડીકેશન થી કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધો છો તો તમે જરૂર થી આગળ જઈને નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ સ્તર પર રમી શકો છે .
જો હું મારી જ વાત કરું તો મૈ ૨૦ વર્ષની ઉમરે રમવાનું ચાલુ કર્યું હતું ,(સ્પોર્ટ્સ માટે થોડી મોટી ઉમર છે) પરંતુ તેમ છતાંય ટેનિસ પ્રત્યે મારો લગાવ અને ડેડીકેશન થકી અત્યારે હું નેશનલ અને ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છું અને જીત્યો પણ છું . હમણાં ની જ વાત કરું તો ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા એક પ્રીત્યોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેન્સ ડબલ નું ટાઈટલ જીત્યું હતું અને તેની ટ્રોફી પણ મેળવી છે .