ગુજરાત સરકાર દ્વારા આયોજીત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકી સાહેબ નાઓના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ.
જેમાં કુલ ૧૨ ભોગ બનનાર/ફરિયાદીને પોતાનો મુદ્દામાલ આપવામાં આવેલ હતો. પરત કરેલ મુદ્દામાલમા ૧૭ તોલા સોનાના દાગીના કિ.રૂ.૧૨,૨૫,૫૬૦/- તેમજ અલગ- અલગ કંપનીના ૧૧ મોબાઇલ જેની અંદાજીત કિં.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૩,૭૫,૫૬૦/- નો મુદ્દામાલ ભોગ બનનારને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી પરત આપવામા આવેલ છે.