click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુના મોત,તાલિબાને ધનીકો પાસે માંગી મદદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુના મોત,તાલિબાને ધનીકો પાસે માંગી મદદ
Gujarat

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુના મોત,તાલિબાને ધનીકો પાસે માંગી મદદ

અફઘાનિસ્તાનની હોસ્પિટલોમાં આટલા દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા નથી. શનિવારે સ્થાનિક સમય અનુસાર સાવરે 11 વાગ્યે ભૂકંપ બાદ સત્તાધારી તાલિબાનના સ્વાસ્થ્ય મંત્રી હેરાત પહોંચ્યા હતા. કાટમાળના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

Last updated: 2023/10/09 at 12:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ મૃત્યુ આંક 2,445 થઈ ગયો છે. ઈરાનની નજીકના વિસ્તારોમાં વધુ તબાહી થઈ છે. હેરાત શહેર નજીક શનિવારે (7 ઓકટોબર, 2023)ના રોજ આવેલા આ ભૂકંપથી ભારે જાનહાનિ સર્જાઈ છે. ઘણા ગામો સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. 6.3ની તીવ્રતાના આઠ ઝટકા અફઘાનિસ્તાનના અલગ-અલગ પ્રદેશોમાં અનુભવાયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા હતા. ઘાયલોની સંખ્યા હજારોમાં છે. હેરાતના ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં વિનાશ સર્જાયો હતો. અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ તાલિબાને વ્યાપારીઓ અને સંસ્થાઓને મદદ માટે અપીલ કરી છે.

આપત્તિ મંત્રાલયના પ્રવકતા જનાક સાયેકે જણાવ્યું છે કે મૃત્યુઆંક 2,445 થયો છે. સાથે તેમણે એમપણ કહ્યું કે 1,320 ઘરોને નુકશાન થયું છે અથવા તો નાશ પામ્યા છે. UN સહિત અન્ય સંસ્થાઓ પીડિતોને મદદ કરવામાં વ્યસ્ત છે. અફઘાનિસ્તાનની હોસ્પિટલોમાં આટલા દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા નથી. શનિવારે (7 ઓક્ટોબરે) સ્થાનિક સમય અનુસાર સાવરે 11 વાગ્યે ભૂકંપ બાદ સત્તાધારી તાલિબાનના સ્વાસ્થ્ય મંત્રી હેરાત પહોંચ્યા હતા. કાટમાળના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હેરાત ઈરાન સાથેની સરહદથી 120 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. તેને અફઘાનિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાનનું કહેવું છે કે ભૂકંપ બાદ સેંકડો લોકો ગુમ થયા છે, બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલિબાને વ્યાપારીઓ અને સંસ્થાઓને મદદ માટે અપીલ કરી છે. WHO એ વિસ્તારમાં 12 એમ્બ્યુલન્સ મોકલી છે, જેથી ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ શકાય. આ પહેલાં જૂન 2022માં પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.

I learned with great sadness about the tragic consequences of the earthquake that struck the western provinces (Herat, Farah, and Badghis) of Afghanistan.
I am donating all of my #CWC23 match fees to help the affected people.
Soon, we will be launching a fundraising campaign to… pic.twitter.com/dHAO1IGQlq

— Rashid Khan (@rashidkhan_19) October 8, 2023

વર્લ્ડ કપ રમવા માટે ભારત આવેલા અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને જાહેરાત કરી છે કે તે ભૂકંપ પીડિતોની મદદ માટે CWC 2023ની તેમની તમામ ફી દાન કરશે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપમાં અંદાજે 50,000 લોકોના મોત થયા હતા. તે પછી અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ આ વર્ષના દુનિયાના સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક છે.

You Might Also Like

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

TAGGED: afghanistan, afghanistan cricket team, CWC 2023, earthquake in afghanistan, IRAN, rashid khan, syria, taliban, Turki

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 9, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત પાકિસ્તાન મેચની સુરક્ષાને લઈને CM ગૃહ વિભાગ સાથે કરશે રિવ્યુ બેઠક
Next Article અમેરિકામાં ખુલ્લુ મૂકાયું અક્ષરધામ મંદિર, ન્યૂ જર્સીમાં મહંત સ્વામીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા, 18 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ કરી શકશે દર્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?