વિશ્વવિખ્યાત ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની ટેસ્લાએ (Tesla) ભારતીય બજારમાં પોતાના પ્રથમ શોરૂમના ઉદ્ઘાટન સાથે મોટા પાયે પ્રવેશ કરી લીધો છે. મંગળવાર, 15 જુલાઈના રોજ મુંબઈના બુઝનેસ હબ તરીકે ઓળખાતા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત મેકર મૈક્સિટી મોલમાં ટેસ્લાના પ્રથમ શોરૂમનું વિશેષ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કંપનીએ આ શોરૂમ માટે મોલમાં લગભગ 4000 સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પેટે પાંચ વર્ષ માટે ભાડે લીધી છે. આ અવસરે ટેસ્લા ઈન્ડિયાએ તેમના અધિકૃત X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ પરથી એક ટીઝર શેર કરતાં લખ્યું હતું: “જલ્દી આવી રહ્યું છે,” જેને પગલે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગેની ચર્ચાઓ ફરી તીવ્ર બની છે.
#WATCH | Tesla is all set to mark its official entry into the Indian market with the launch of its first showroom in Mumbai today
The electric vehicle (EV) giant is opening its India showroom at the Maker Maxity Mall in the city's Bandra Kurla Complex (BKC) pic.twitter.com/6p0EmgrsHS
— ANI (@ANI) July 15, 2025
ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની અટકળો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી હતી, પરંતુ હવે આ શોરૂમના ઉદ્ઘાટનથી કંપનીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે ભારતીય માર્કેટમાં સક્રિય બની રહી છે. હજુ સુધી ટેસ્લાએ ભારતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની ઘોષણા નથી કરી, પરંતુ કંપનીએ જણાવ્યું છે કે શરૂઆતમાં તેઓ ઇમ્પોર્ટેડ મોડલ્સ જ વેચશે. એટલે કે, ઉત્પાદનો સીધા ઇન્ટરનેશનલ પ્લાન્ટમાંથી ભારતમાં આયાત કરીને વેચાણ કરવામાં આવશે.
#WATCH | महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस ने आज मुंबई के बांद्रा कुर्ला कॉम्प्लेक्स में 'टेस्ला एक्सपीरियंस सेंटर' का उद्घाटन किया।#TeslaExperienceCenter | #MaharashtraCM | #DevendraFadnavis | #MumbaiBKC | #TeslaIndia | #Inauguration | @Dev_Fadnavis | pic.twitter.com/dMexqsYbxT
— One India News (@oneindianewscom) July 15, 2025
અહેવાલો અનુસાર, જુલાઈના અંત સુધીમાં ભારતમાં ટેસ્લાના લોકપ્રિય મોડલ્સ જેમ કે Model 3, Model Y અને Model X ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ શોરૂમના થકી ગ્રાહકોને ટેસ્લાની ટેક્નોલોજી, તેની વિશિષ્ટ ડિઝાઇન અને ફ્યુચરિસ્ટિક ફીચર્સનો અનુભવ મળી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ટેસ્લાની આ એન્ટ્રી સાથે ભારતીય ઈવી માર્કેટમાં સ્પર્ધા વધુ તીવ્ર બનવાની શક્યતા છે, ખાસ કરીને તેને લઈને જે ગ્રાહકો ઉચ્ચ પ્રિમિયમ સેક્શનમાં ઈન્ટરેસ્ટ ધરાવે છે.