Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ

થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારીઓ રચાઈ રહી છે ત્યારે અ.ભા.વી.પ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીઓની રચના કરવામાં આવી છે, જેમાં થરાદના ભુરિયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.માધ્યમિક શાળામાં કેમ્પસ કારોબારી યોજાઈ હતી. જેમાં ભુરિયા મુકામે રાજેશભાઈ જોષી(નાનોલ), અરવિંદભાઈ પુરોહિત અને ભવાનસિંહ સોઢાનો પ્રવાસ રહ્યો હતો અને કેમ્પસના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યક્રમોને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારે ભાપડી ખાતે રાજેશભાઈ જોષી(નાનોલ), અરવિંદભાઈ પુરોહિત, ભવાનસિંહ સોઢા અને જગદીશભાઈ બ્રાહ્મણ, વિશાલપુરી ગૌસ્વામીનો પ્રવાસ રહ્યો હતો ત્યારે કેમ્પસ કારોબારી રાજેશભાઈ જોષી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને ભવાનસિંહ સોઢા દ્વારા વિદ્યાર્થીઓને રમતગમતમાં રુચિ રાખવા તેમજ રમતગમતને લઈ અને ખેલો ભારત વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આગામી કાર્યક્રમોને લઈ અરવિંદભાઈ પુરોહિત દ્વારા બૌ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જોકે ભાપડી ખાતે ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દશરથભાઈ દરજી અને સ્ટાફગણનો સારો સાથ- સહકાર મળવા બદલ બંને શાળા પરિવારનો એબીવીપી થરાદ શાખા અને ભાગ સંયોજક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર-અરવિંદ પૂરોહિત (વાવ)

Filed under Banaskantha Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.