ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલના પટાંગણમાં ઓડ નગરપાલિકા ધ્વારા યોગ દિવસ નુ આયોજન કરવામાં માં આવ્યુ હતું . ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ યોગ દિવસ તરીકે સૂચવી હતી ત્યાર થી યોગ દિવસની ઉજવણી કરવામા આવે છે.આ યોગ દિવસના આજ કાર્યક્રમમાં ઓડ નગર પાલિકાના સી.ઓ.અનસારી,ઓડ ભાજપ સંગઠનના પદાધિકારી ભરતભાઈ પટેલ,ઓડ હાઈસ્કુલના આચાર્ય ડૉ.ચોચા માલદે,શિક્ષક ભાઈ-બહેન,વિદ્યાર્થી ભાઈ-બહેન, નગર પાલિકા સ્ટાફગણ સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ માં ખંભોળજના યોગ શિક્ષક મહેશ્વરી બેન, આર્યુવેદિક દવાખાનાના ડૉ.મિત્રો પણ હાજર રહ્યા હતા
ઓડ શહેર બ્રહ્માકુમારી ઓડ સેન્ટર ધ્વારા આશીર્વાદ વાડીમાં યોગ દિવસ નો કાર્યકમ રાખવામા આવેલ. આ પ્રસંગે બ્રહ્માકુમારી ઠાસરા સેન્ટર ના જીગીશાબેન ખાસ પધારેલ. યોગ શિક્ષક દિનેશભાઈ,નિરવભાઈ, નિખિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.દિપ પ્રાગ્ટય કરી કાર્યકમ ની શરુયાત કરવામા આવી . રુપલબેન તથા જીગીશાબેને પ્રાસંગિક પ્રવચન કર્યું . જીવન મા યોગ નુ મહત્વ સમજાવ્યું . યોગ શિક્ષક ધ્વારા સૌને યોગ કરાવવામા આવ્યા તેમજ અનેક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર -ભાવેશ સોની(આણંદ )