મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૩મો વાર્ષિકોત્સવ ફીનોમેના ના શીર્ષક તળે ૧૧ જાન્યુઆરીએ રંગોલી રિસોર્ટ પાર્ક વરતેજ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ૨૪ કૃતિઓ સાથે રમત-ગમત, એન.સી.સી., એન.એસ.એસ. અને સાંસ્કૃતિક ક્ષેત્રે સ્ટેટ, નેશનલ અને ઇન્ટર-નેશનલ લેવલે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ યુનીવર્સીટી ગોલ્ડ મેડાલીસ્ટ અને યુનીવર્સીટી માં ટોપ-ટેન માં સ્થાન પ્રાપ્ત કરનાર વિધાર્થીનીઓનો સન્માન કરવામાં આવ્યું હતું .
એન્યુઅલ ડે નું નામ વિવેન્સિઆ રાખવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે અનુભવ કે જે અવિસ્મરણીય હોય. પોતાની તેજસ્વિતા દ્વારા બધી જ જગ્યાએ આનંદ તરંગો ફેલાવવી. જીવન પ્રસન્નતા વાળું બની રહે અને રોજીંદા જીવનમાં અનેક પ્રકારના અનુભવ થતા હોય છે જેના ઉપરથી પ્રેરણા લઈને કાર્યક્ષેત્ર વધુ પ્રગતિમય બને તેવા પ્રયાસ કરતા હોઈએ છીએ. વિધાર્થી અવસ્થા માં પણ અનેક અનુભવ જીવનમાં બનતા હોય છે. આથી આજની યુવા પેઢી નિરાશ થયા વગર પોતાના જીવનમાં અનુભવ ઉપરથી પ્રરણા લઈને નવી દિશા તરફ આગળ વધે તે હેતુથી કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ ની જીંદગી પણ અદ્ભુત બની રહે તે હેતુથી આ એન્યુઅલ ડે નું નામ “વિવેન્સિઆ” રાખવામાં આવ્યું છે.
ભારતની વિવિધ ઐતિહાસિક ઘટનાઓ ની ઝલક આ એન્યુઅલ ડે માં જોવા મળતી હોય છે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને એન્યુઅલ ડે પૂર્વે થનગનાટ હોય છે કે ક્યાં સમયે પોતાની કોલેજનો એન્યુઅલ ડે યોજાશે જેમાં પોતાનામાં રહેલી શુષુપ્ત કલાની પ્રસ્તુતિ કરી શકે આ ઉપરાંત નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ના એન્યુઅલ ડે માં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
એન્યુઅલ-ડે માં ૨૪ વિવિધ કૃતિ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વિધાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો જેમાં ભારતના વિવિધ પ્રાંતના લોકનૃત્યો ની સાથે વિવિધ ડાન્સના ફોર્મેટ ની કૃતિઓ રજુ કરવામાં આવશે. જેમાં ગણેશ વંદના થી શરુ કરી ગરબા, વેસ્ટર્ન મેશપ, બોલીવુડ MJ, ડાકલા, રોકિંગ ડાન્સ, સેવ ગર્લ્સ ચાઈલ્ડ, હોલીવુડ-બોલીવુડ, પુષ્પા ડાન્સ, પંજાબી ડાન્સ, અઘોરા, કલ્ચર ઓફ ઇન્ડિયા, ડાન્સ આઇકોન, ઘુમ્મર ઇલેક્ટ્રિક, અરેબિયન ડાન્સ, હરિયાણીડાન્સ, લેડી સિંઘમ, ક્વિક ડાન્સ, સેલિબ્રેશન ઓફ ધ યર, ઈલાસ્ટીક ડાન્સ ઉપર આધારિત વિવિધ થીમો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા . સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત ગણેશ વંદના થી કરવામા આવી હતી ત્યારબાદ વિવિધ ૨૪ કૃતિઓ રજુ કરાઈ હતી.
રિપોર્ટર – સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)