સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે.
આગામી રવિવાર એટલે માગશર વદ ચૌદશ તા.૨૯નાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે.
સણોસરા લોકભારતીમાં આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના બાંસઠમાં મણકાનાં વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ તથા સનદી અધિકારી રહેલાં વસંતભાઈ ગઢવી ‘લોકસાહિત્યમાં જીવન મૂલ્યો’ વિષય સંદર્ભે આપશે.
લોકભારતી સંસ્થાનાં વડા રઘુવીરભાઈ ચૌધરી તથા અરુણભાઈ દવે સાથે નિયામક હસમુખભાઈ દેવમુરારિ અને રાજેન્દ્રભાઈ ખીમાણીનાં માર્ગદર્શન સાથે કાર્યકર્તા વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ થઈ છે.