ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ વિભાગમાં OMR પદ્ધતિની બદલે CBRT પદ્ધતિથી લેવામાં આવશે. જેના લીધે સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.
આ CBRT પદ્ધતિ નાબૂદ કરવા માટે જિલ્લા – તાલુકામાં. કલેક્ટર-મામલતદાર આવેદનપત્ર આપી વિરોધ દર્શાવી રહ્યા છે. આજરોજ કઠલાલ તાલુકાના ફોરેસ્ટ વિભાગના ઉમેદવારોએ કઠલાલ મામલતદાર કચેરી ખાતે કઠલાલ મામલતદાર ને આવેદન આપી CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવવામાં ગૌણ-સેવા દ્વારા CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ સિવિલ ઇજનેર, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સ-વર્ગ અને કેડરની CBRT પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવી છે. આ પદ્ધતિથી લેવામાં આવેલી પરીક્ષાઓના અનેક છબરડા સામે આવ્યા છે.