પોતાના આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવનાર બે આરોપીને પકડી પાડતી અલથાણ પોલીસ સ્ટેશન ની ટીમ
સુરત ના અલથાણ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળતા અલથાણ આગમ શોપિંગ સેન્ટર પાસે એક દુકાનમાં ઓનલાઇન ડેટા એન્ટ્રી ના કામની આડમાં કોલ સેન્ટર ચાલી રહ્યાની માહિતી મળતા જ અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પ્રવીણભાઈ ભીમાભાઈ અને આદિત્ય ભાઈ કિર્તીભાઈ એ બિનઅધિકૃત કોલ સેન્ટર નો પર્દાફાશ કર્યો હતો અને આ કોલ સેન્ટર ચલાવનાર ઈસમ પબ્લિકને ડરાવી ધમકાવી ને પૈસા પડાવી રહ્યા ની માહિતી મળતાજ પોલીસે તપાસ કરી 2 આરોપી ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી જેમાં પકડાયેલ આરોપી દેવેન્દ્રસિંહ પહાડે અને અંબિકેશ પ્રસાદની ધરપકડ કરી અને અભિષેક યાદવ તેમજ પ્રદિપ નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા પોલીસે એચપી કંપનીનું લેપટોપ એપલ કંપનીનો મોબાઇલ vivo કંપનીનો મોબાઇલ અને અન્ય એક મોબાઇલ સાથે આશરે 80000 આસપાસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ કેસ બાબતની વધુ તપાસ અલથાણ પોલીસ મથક ની ટીમ કરી રહી છે.