મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ અવસર પર સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત આજરોજ તા.૧૦/૧૦/૨૦૨૫ ના રોજ એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતે બસ બેથી ડેમ વ્યુ પોઇન્ટ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર નર્મદા તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી નર્મદા એસઓયુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિકાસ પદયાત્રાને એસઓયુના અધિક કલેકટર દર્શકભાઈ વિઠલાણી, ડેપ્યુટી કલેકટર રિતેશભાઇ પટેલ, ડીવાયએસપી એલ.પી.ઝાલા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ પદયાત્રાને લીલીઝંડી આપી વિકાસ રેલી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં હતું.
આ વિકાસ પદયાત્રાની શરૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ બે થી લઈને ડેમ વ્યુ પોઈન્ટ-1 સુધી અધિકારીઓ સહિત એસઆરપી, પોલીસ, હોમગાર્ડ, એસએસએનએનએલ સ્ટાફ તેમજ સ્થાનિક મેવાસી ભીલ સાંસ્કૃતિક ટીમના કલાકારો દ્વારા આદિવાસી સાંસ્કૃતિક વાધ્યો ડાન્સ સાથે વિકાસ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર દર્શક વિઠલાણી, ડેપ્યુટી કલેકટર રિતેશ પટેલ, ડીવાયએસપી એલ.પી.ઝાલા, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપભાઇ દેસાઈ સહિત એસઆરપી, પોલીસ, હોમગાર્ડ, એસએસએનએલ સ્ટાફ તેમજ સાંસ્કૃતિક ટીમના કલાકારો મોટી સંખ્યામાં સહભાગી થયા હતાં.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel