આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દરેક ક્ષેત્ર ના વિકાસ માટે વિશેષ ધ્યાન આપીને વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અને વડાપ્રધાનના વિચારધારા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેશના વિસ્તારમાં પણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી જોઈને દિવસ અને દિવસે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રોજ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને વિચારધારા થી પ્રેરાય ને પાર્ટી માં જોડાઈ રહ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલી પાડા ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરયુષાબેન વસાવા તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ઉપસ્થિત મહાનુભવોએ તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel