શ્રી માધવ સેવા ટ્રસ્ટ સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સંસ્કાર, સ્વાવલંબન અને સંગઠનના કાર્યમાં પ્રવૃત છે. ટ્રસ્ટના આણંદ કાર્યાલયનું ભૂમિપૂજન આજ રોજ યુગાબ્દ 5126, વિક્રમ સંવત 2081 ફાગણ સુદ સાતમ, ગુરુવાર દિનાંક 06/03/2025 ના શુભ દિવસે સવારે 10:00 કલાકે રાધેશ્યામ પાર્ટી પ્લોટની પાછળ, સાંગોળપુરા, બોરસદ ચોકડી, આણંદ ખાતે રાષ્ટ્રીય સ્વયંરીવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક માં. ભરતભાઇ પટેલ, શ્રી માધવ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલ તથા આણંદ જિલ્લા અને વિસ્તારના મા સંઘચાલકજીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે અખિલ ભારતીય બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ શ્રી સુનીલભાઈ મહેતા, પશ્ચિમ ક્ષેત્રના સહ ક્ષેત્ર પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય, ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેશભાઈ, પ્રાંત પ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ તથા વિભિન્ન સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ, સરદાર પટેલ યુનિવર્સીટીના ઉપકુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ આણંદ, સોજીત્રા અને પેટલાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ તથા શ્રી કમલેશભાઈ પટેલ અને આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ તથા સમગ્ર હિન્દુ સમાજના અગ્રગણ્ય મહાનુભાવો આ શુભ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા.