Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 23°C

બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે

બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે

આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી

આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ નો દબદબો હતો જોકે ભાજપે બોરસદ વિધાનસભા પણ સૌ પ્રથમ વખત જીત્યા બાદ પોતાની નજર બોરસદ apmc માં જમાવી હતી ,APMC ની ચૂંટણી માં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલે સૌ પ્રથમ વખત ખેડૂત વિભાગ ની તમામ ૧૦ બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા સામે પક્ષે કોંગ્રેસ દ્વારા APMC માં પોતાનો દબદબો યથાવત રાખવા સહકાર પેનલ ના ૧૦ ઉમેદવારોને ચૂંટણી જંગ માં ઝંપલાવડાવ્યું હતું ,જોકે ચૂંટણી પરિણામ સામે આવતા જ કોંગ્રેસના દિગગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર,પૂર્વ APMC ચેરમેન નટવરસિંહ માહિડા સહિત ની આંખે આખી પેનલ નો કરમો પરાજય થયો હતો અને બોરસદ APMC માં ભાજપ નો ઉદય થયો હતો ,આજે યોજાયેલ ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટે ની ચૂંટણી માટે પ્રદેશ માં થી ચેરમેન પદ માટે અશોક માહિડા જ્યારે વાઇસ ચેરમેન પદ માટે યોગેશ પટેલના નામ નું મેન્ડેડ આવતા બન્ને ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે સામે પક્ષે અન્ય કોઈ ફોર્મ નહિ ભરાતા ચૂંટણી અધિકારીએ બોરસદ APMC ના ચેરમેન પદે અશોક માહિડા જ્યારે વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ ને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા આમ બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપ નો ભગવો લહેરાયો

 

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

બાઈટ-અશોક માહિડા બોરસદ APMC ચેરમેન

બાઈટ- યોગેશ પટેલ વાઇસ ચેરમેન

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.