ભારત સરકાર આગામી બજેટ 2024માં અમુક વર્ગના વ્યક્તિઓ માટે પર્સનલ ટેક્સ રેટ ઘટાડવાનું વિચારી રહી છે જે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં વપરાશ વધારવામાં મદદ કરી શકે છે.
જુલાઈમાં રજૂ થનારા બજેટમાં આ પ્લાનની જાહેરાત થઈ શકે છે. મતદાન પછીના સર્વેમાં બહાર આવ્યું છે કે મતદારો મોંઘવારી, બેરોજગારી અને ઘટતી આવકને લઈને ચિંતિત હતા. બીજી તરફ ભારતીય અર્થવ્યવસ્થા 2023-24માં 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી અને વપરાશમાં અડધી ઝડપે વૃદ્ધિ થઈ હતી.
એનડીએ સરકાર બનાવવાનો દાવો કરતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર મધ્યમ વર્ગની બચત વધારવા અને તેમના જીવનની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વ્યક્તિગત કરમાં ઘટાડો અર્થતંત્રમાં વપરાશને વેગ આપી શકે છે અને મધ્યમ વર્ગ માટે બચતમાં વધારો કરી શકે છે.
કોને ટેક્સમાં રાહત મળી શકે છે?
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓને કર રાહત મળી શકે છે તેમાં 15 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે, જોકે ચોક્કસ રકમ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. આ ફેરફારો 2020 માં રજૂ કરવામાં આવેલી ટેક્સ સ્કીમમાં કરી શકાય છે, જેમાં 15 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 5%-20% ટેક્સ લાગે છે, જ્યારે 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે વ્યક્તિની આવક 3 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધી પાંચ ગણી વધી જાય છે, ત્યારે વ્યક્તિગત ટેક્સનો દર છ ગણો વધી જાય છે, જે ઘણો વધારે છે. સરકાર રૂ. 10 લાખની વાર્ષિક આવક માટે વ્યક્તિગત કરના દર ઘટાડવાનું પણ વિચારી શકે છે, અહેવાલમાં ઉમેર્યું હતું કે જૂની કર પ્રણાલી હેઠળ આવક પર 30 ટકાના ઉચ્ચતમ દરે કર લાદવામાં આવશે. નવી મર્યાદા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે .
વાર્ષિક 15 લાખથી વધુની કમાણી કરનારાઓને મળશે રાહત!
જે વ્યક્તિઓની વાર્ષિક આવક રૂપિયા 15 લાખથી વધુ છે તેમને આવકવેરામાં રાહત મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે ઈન્કમ ટેક્સ સ્લેબ ઘટાડવા પર પણ વિચાર કરી શકે છે.સરકાર આવક માટેની નવી મર્યાદા અંગે ચર્ચા કરી રહી છે જેના પર જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ 30 ટકાના ઉચ્ચતમ દરે ટેક્સ લાગશે.