સમગ્ર વિશ્વમાં અફરા-તફરીનો માહોલ છે અને વિશ્વ બે ભાગમાં વહેચાતુ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં ભારત તરફથી ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે.
વાયુસેનાએ પોતાની જરૂરિયાતનો તમામ સામાન ભારતમાં જ તૈયાર કરવા વિચારણા કરી રહ્યું છે. આ કાર્યને પૂરું કરવા માટે વાયુસેનાએ એક નિયત સમય નક્કી કર્યો છે.
હકીકતમાં ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે શુક્રવારે આ માહિતી આપી હતી. એરફોર્સ ડેના થોડા દિવસો પહેલા વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષની ચર્ચા કરી હતી.
આ દરમિયાન વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે ભવિષ્યમાં સુરક્ષાના કોઈપણ પડકારનો સામનો કરવા માટે સ્વદેશી શસ્ત્ર પ્રણાલી હોવી જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેના વર્ષ 2047 સુધીમાં ભારતમાં તેના તમામ સામાનનું ઉત્પાદન કરવા પર વિચાર કરી રહી છે.
ચીન LAC પર ઝડપભેર નિર્માણ કરી રહ્યું છે
ભારતીય વાયુસેાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક કોન્ફરન્સમાં જણાવ્યું કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર પાયાગત માળખાનું નિર્માણ ખૂબ ઝડપથી કરી રહી છે. ચીન ખાસ કરીને લદ્દાખ સેક્ટરમાં આ કામ વધારે કરી રહ્યું છે.