વકફ (સુધારા) બિલ, 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ 44 સુધારાઓ પર ચર્ચા કર્યા બાદ 14 સુધારાઓને મંજૂરી આપી છે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, NDA સાંસદોના 14 સૂચનો સ્વીકારવામાં આવ્યા છે, જ્યારે વિપક્ષના પ્રસ્તાવો મતદાન દરમિયાન નકારી કાઢવામાં આવ્યા હતા.
JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, વકફ કાયદો લાગુ થયા પછી દેશના ગરીબો, લઘુમતીઓ અને વિધવાઓને ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે, “ત્રણ તલાક પર સરકારે લીધેલા નિર્ણયનું મુસ્લિમ મહિલાઓએ સ્વાગત કર્યું હતું. મારું માનવું છે કે જ્યારે આ JPC રિપોર્ટ રજૂ કરવામાં આવશે, ત્યારે દેશના તમામ લોકોને લાગશે કે તેમની સરકારે વકફ બોર્ડમાં સારો સુધારો કર્યો છે. લોકોને તેનો ફાયદો થશે.”
કેટલાક વિપક્ષી સાંસદોએ આ બિલને અલોકતાંત્રિક ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હુમલો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમને અંતિમ અહેવાલનો અભ્યાસ કરવા અને તેમની સંમતિ નોંધવા માટે ઓછો સમય આપવામાં આવ્યો હતો.