મિનિસ્ટ્રી ઓફ કો- ઓપરેશન ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી રમણકુમાર દ્વારા આણંદ જિલ્લાના પણસોરા ગામની સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યાન તેઓ સાથે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી પટેલ પણ હાજર રહીને તેઓને બેંક તથા જિલ્લામાં સેવા તથા દૂધ મંડળીઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે માઇક્રો એટીએમ દ્વારા નાણાંનો ઉપાડ તથા જમા સાથોસાથ પેક્સ કોમ્પ્યુટરરાઇઝેશન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોઇન્ટ સેક્રેટરી રમણકુમાર દ્વારા પશુપાલકો તથા સભાસદો સાથે પણ ચર્ચા વિચારણા કરી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી મેળવી હતી તથા તેઓના હસ્તે બેંક દ્વારા પશુપાલકોને આપવામાં આવતા પશુપાલન કેસીસી ધિરાણના મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પણસોરા સેવા સહકારી મંડળીના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ (લાલાભાઈ), વાઇસ ચેરમેન પરમાનંદ પટેલ તથા મંડળીના હોદેદારો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે
પણસોરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ચરણભાઈ રબારી,અધિકારીગણ તથા સભાસદો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.