ભાવનગર સિવિલ હોસ્પિટલમાં માં આવેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા હવન કરી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે .
સાત માળની મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલમાં ન્યુરો , નેફ્રો , સિટી સ્કેન , એક્સ રે , ICU , કેથ લેબ , લોહી તપાસ માટે ની લેબોરેટરી , TMT, સહિત ની અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે .
હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.સમીર શાહે જણાવ્યું કે ત્રણ ફેઝમાં હોસ્પિટલ આગળ વધશે અને આગામી ૬ મહિનામાં અદ્યતન કેથ લેબ તૈયાર થઈ જશે જેમાં મશિન ની કિંમત ૨૬ કરોડ જેવી છે .
સાત માળ ની હોસ્પિટલ સેંટ્રલી AC છે અને , સાતમા માળે અદ્યતન ઓપરેશન થિયેટર બનવામાં આવ્યું છે જ્યારે ૬ મળે ICU , ૫ માં મળે કેથ લેબ , CTVS અને કર્ડીઓલોજી વિભાગ રાખવામાં આવ્યા છે તો ચોથા માળે ન્યુરોલોજી વિભાગ અને વોર્ડ રાખવામાં આવેલ છે ,ત્રીજા માળે ડાયાલીસિસ , નેફ્રોલોજી અને ઉરોલોજી વિભાગ રાખેલ છે , બીજા માળે વહીવટી તંત્ર , લોહી પેશાબની લેબોરેટરી , પેહલા મળે ECG , TMT ,કલર ડોપ્લર અને OPD રાખવામાં આવેલ છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઈમરજન્સી , CT સ્કેન , Xray , MRI અને દવા બારી રાખવામાં આવેલ છે .
આ તકે ડો.શાહે કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયા , ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓનો વિશેષ આભાર માન્યો હતો .