કપડવંજ શહેરના ત્રિવેણી પાર્કથી કોર્ટ સુધીની નવીન પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે અને આ પાઇપ લાઇનમાં વપરાતી પાઇપોને નડિયાદ રોડ ઉપર આવેલ કોર્ટ પાસેના ત્રણ રસ્તાની બાજુ પર આવેલી ચાની લારીની પાછળના ભાગેથી કાસ્ટિંગની પાઈપોની ચોરી કરવા મૂળ ઉત્તર પ્રદેશના ઈસમો કપડવંજ શહેરમાં આઇસર લઈને આવ્યા હતાં. રાત્રીના અંધારાનો લાભ લઈ તેઓ પાણીની પાઇપલાઇન નાખવા માટે વપરાતી કાસ્ટિંગ પાઈપોની ચોરી કરી ભાગી રહેલી આઠેય આરોપીને ગેંગને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી છે. હાલ પોલીસે તમામ આઠેય આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કાસ્ટિંગની પાઇપો 13 નંગ જેની કિંમત રૂપિયા 1,25,320 તેમજ આઇસર કિંમત રૂપિયા પાંચ લાખને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરી અને તેમની ટીમ સર્વેલન્સની કામગીરી કરી રહી હતી તે દરમિયાન શંકાના આધારે 8 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓ
1. ઈબ્રાહીમભાઇ ઉર્ફે હુસેન હબીબભાઈ મોલાભાઇ શેખ
2. મોલાભાઇ ઉર્ફે બાબા હબીબભાઈ મોલાભાઇ શેખ
3. રાજનાથ રામાધીન કોરી
4. ફુરકાન સરવર ફકીર
5. ફિરોજ રહીમ યાકુબ સૈયદ
6. ઈલિયાસ મહંમદ ઈદાજઅલી કરામત ફકીર
7. મોહંમદશાહિદ મોહમ્મદ સાદિક પઠાણ
8. સુનિલભાઈ ઈશ્વરભાઈ મરાઠી