વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપતી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આવી સ્થિતિમાં એનડીએના માર્ગમાં કોઈ અવરોધ નથી.
https://twitter.com/ANI/status/179906121115125783
NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા પછી, બીજેપી નેતા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, અહીં તેમણે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર સાથે તેમનું સ્વાગત કર્યું. નવી બનેલી સરકારનો શપથ ગ્રહણ 9 જૂને યોજાનાર છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર ઘણા દિગ્ગજો જોવા મળ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એનડીએના પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, એનસીપી ચીફ અજિત પવાર, એચડી કુમાર સ્વામી, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, સંજય ઝા, લલ્લન સિંહ અને બીજેપીના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.
Delhi: PM Narendra Modi was chosen as the leader of the BJP, leader of the NDA Parliamentary Party and leader of the Lok Sabha at the NDA Parliamentary Party meeting, earlier today. pic.twitter.com/Bi1jdgt63s
— ANI (@ANI) June 7, 2024
જીવન બંધારણના મૂલ્યોને સમર્પિતઃ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા જીવનની દરેક ક્ષણ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ભારતના બંધારણના મહાન મૂલ્યોને સમર્પિત છે. આ આપણું બંધારણ જ છે, જેના કારણે ગરીબ અને પછાત પરિવારમાં જન્મેલા મારા જેવા વ્યક્તિને પણ દેશની સેવા કરવાની તક મળી છે. આ આપણું બંધારણ છે, જેના કારણે આજે કરોડો દેશવાસીઓને આશા, શક્તિ અને ગૌરવપૂર્ણ જીવન મળી રહ્યું છે.