બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ હિત રક્ષા સમિતિ, કર્ણાવતી દ્વારા સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ માનવ સાંકળ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું કે સંપૂર્ણ હિંદુ સમાજ બાંગ્લાદેશના પીડિત હિન્દુઓ સાથે છે. પ્લાસીના યુદ્ધ બાદ વિજયી અંગ્રેજ સૈન્ય કૂચ કરતુ હતુ. 2000 સૈનિક હતા જોનારા હજારો હતા જો તેમણે પ્રતિકાર કર્યો હોત તો ભારતમાં અંગ્રેજ શાસન કદાચિત સ્થપાયું જ ન હોત.
માનવ અધિકાર છે. એવો આત્મરક્ષાનો અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. પાડોશી દેશોની સ્થિતિ તેનું ઉદાહરણ છે. દેશમાં ગૃહયુદ્ધ માટે ષડયંત્ર ચાલી રહ્યા છે. જેની સામે દેશ શક્તિશાળી બનીને ઉભો રહે. નાક દબાવો તો મોઢુ ખુલે એ આપણે જાણીએ છીએ. આપણે બાંગ્લાદેશમાં દેશમાં રહેલા હિન્દુઓને સંદેશ આપીએ કે આપણે એમની સાથે છીએ જેથી તેઓ અત્યાચાર સામે મજબૂતીપૂર્વક પ્રતિકાર કરી શકે.
સાધના સપ્તાહીકના તંત્રી શ્રી ભાનુભાઈ ચૌહાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર તત્કાળ બંધ થાય અને ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરવામાં આવે એવી માંગ કરતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાનો સંદેશ સૌને વાંચી સંભળાવ્યો હતો.
જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલિપદાસજી મહારાજે કહ્યું, હિંદુ આટલો મોટો વિશાલ સમુદાય હોવા છતાં નાનું બાંગ્લાદેશ આપણા મંદિર તોડે એ શરમજનક વાત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતા હિન્દુઓ
પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચાર તત્કાલિક બંધ થાય અને ધ્વસ્ત તથા તોડવામાં આવેલા મંદિરોનું પુનઃસ્થાપિત કરવામાં આવે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આમાં કાર્યવાહી કરીને શાંતિ સ્થાપવા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારોને ડામવામાં આવે તેવી માગ છે.
ઈસ્કોનના શ્રી રામચરણ દાસજી મહારાજે કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કરે સનાતન ધર્મના અનુયાયીઓ ઉપર થઈ રહેલા અન્યાય બંધ કરવામાં આવે એવી માંગ કરતા કહ્યું એક ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે ઈસ્કોને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપણે આપણા ધર્મ ગ્રંથોનો સંદેશ આપણને ધ્યાન હોવો જોઈએ પ્રચાર પ્રસાર કરવો જોઈએ. આપણે ચોક્કસ વિજયી થઈશુ. ઈસ્કોન જેણે સમગ્ર વિશ્વમાં શાંતિ અને બંધુતનો સંદેશ આપ્યો છે તેની ઉપર આતંકવાદી હોવાના આરોપ લગાવવા ઉચિત નથી તેનો વિરોધ થવો જોઈએ
સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી અક્ષરચરણ દાસ સ્વામીએ કહ્યું. કળીયુગમાં શક્તિ એકતામાં રહેલી છે. હિન્દુઓના અત્યાચાર સામે આપણી એકતા એ સૌથી મોટું શસ્ત્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની સામે આપણે સાથે છીએ. આ માત્ર હિન્દુઓની નહિ પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે. શરીરના એક ભાગમાં પીડા થાય તો તેનો અનુભવ સમગ્ર શરીરને થાય છે એવી જ રીતે બાંગ્લાદેશના હિન્દુઓ પરનો અત્યાચાર સમગ્ર વિશ્વ ઉપરનો અત્યાચાર છે. બંગ ભૂમિ અનેક સંતો અને નેતાઓને મહાપુરુષોની જન્મભૂમિ રહી છે ત્યાં માનવ અધિકારોનું હનન સ્વીકાર નથી. આ અત્યાચાર કોઈપણ ભોગે બંધ થવો જોઈએ. વિશ્વના કોઈપણ ખૂણે હિન્દુઓ મંદિર પર, હિન્દુઓ ઉપર હિન્દુ ઓના માનવ અધિકાર ઉપર હુમલા ન થવા જોઈએ.
અંતે સૌ સંતોએ માનવ સાંકળ બનાવી બાંગ્લાદેશના હિન્દુ ઉપર થતા અત્યાચાર બંધ થાય. સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.