ઇન્ડિયન આર્મીએ હવે તેમની ટુકડીમાં રોબોટિક મ્યુલ્સનો પણ સમાવેશ કર્યો છે. મ્યુલ્સનો અર્થ ખચ્ચર થાય છે, પરંતુ અહીં રોબોટિક ઘોડા તરીકે પણ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. 15 જાન્યુઆરીએ 77મા આર્મી ડેની ઉજવણી પૂણેમાં કરવામાં આવી હતી. આ આર્મી પરેડમાં ક્વાડ્રુપેડલ અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ (Quadrupedal Unmanned Ground Vehicle) જેને રોબોટિક મ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એરૉઆર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ રોબોટને બનાવવામાં આવ્યા છે. આર્મી દ્વારા ઘણી વાર પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, પણ હવે તેમની જગ્યાએ આ રોબોટિક મ્યુલ્સનો ઉપયોગ થશે.
#WATCH | Maharashtra | Visuals of the 77th Army Day Parade in Pune.
The Army Day Parade commemorates Field Marshal KM Cariappa’s appointment as the first Indian Commander-in-Chief of the Indian Army in 1949, symbolizing India’s post-independence military leadership. pic.twitter.com/JRoDiNwED3
— ANI (@ANI) January 15, 2025
રોબોટના ફીચર્સ
મલ્ટી યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ તરીકે પણ જાણીતા આ રોબોટિક મ્યુલ્સને ખાસ કરીને અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ કામ કરવા માટે બનાવવામાં આવ્યા છે. પર્વતયાળ વિસ્તાર હોય, એકદમ સીધું ઉતરવાનું હોય અથવા તો ચઢવાનું હોય જ્યાંથી લપસી જવાના ચાન્સ વધુ હોય, તેમજ -40°Cથી +55°C સુધીના વાતાવરણમાં પણ આ મ્યુલ્સ ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે અને કોઈ પણ સમસ્યા નહીં આવે.
કેપેસિટી: દરેક મ્યુલ્સ તેના પર 12-15 કિલોનો સામાન અથવા હથિયાર લઈ શકે છે.
બેટરી લાઇફ: આ મ્યુલ્સમાં 20 કલાકની બેટરી લાઇફ છે, જેના કારણે તે લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે.
એડવાન્સ સેન્સર્સ: આ મ્યુલ્સમાં થર્મલ કેમેરા અને 360 ડિગ્રી સેન્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈ પણ અચાનક હુમલો થાય તો તેને ખબર પડી જાય છે. તેમ જ સર્વેઇલન્સ માટે પણ આ મ્યુલનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.
પ્રોસેસિંગ પાવર: આ રોબોટમાં NVIDIA Xavier પ્રોસેસર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે શ્રેષ્ઠ છે.
આર્મીને શું ફાયદો થશે?
આ રોબોટિક મ્યુલ્સને કારણે આર્મીને સૌથી મોટો ફાયદો એ થશે કે હવે સૈનિકોની લાઇફને ઓછું રિસ્ક રહેશે. ખૂબ જ ભયજનક વિસ્તારોમાં તપાસ માટે આ રોબોટને મોકલી શકાશે.
સિક્યુરિટી: કોઈ પણ જગ્યા અથવા વ્યક્તિની સિક્યુરિટી માટે આ રોબોટ શ્રેષ્ઠ છે. કૂતરું જે રીતે ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ આવે અથવા એને કોઈ શંકા લાગે કે તરત ભસવાનું શરુ કરી દે છે, એ જ રીતે આ રોબોટ પણ દરેક પ્રકારની પરિસ્થિતિઓની આગોતરી જાણ થશે. કમ્પાઉન્ડ અથવા છાવણીની પેટ્રોલિંગ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
બોમ્બ ડિસ્પોઝલ: બોમ્બ ડિસ્પોઝલ જેવા ઘાતક કામ માટે આ રોબોટનો ઉપયોગ કરી શકાય છે. બોમ્બ ફાટ્યો હોય અથવા એવી પરિસ્થિતિ જેમાં મનુષ્યનું અંદર જવું શક્ય ન હોય, ત્યાં આ રોબોટ સરળતાથી જઈ શકે છે. સર્વેઇલન્સ માટેની માહિતી પણ મેળવી શકાશે.
લોજિસ્ટિક સપોર્ટ: પર્વતયાળ વિસ્તારમાં જ્યાં સાધન-સામગ્રી પહોંચાડવી મુશ્કેલ છે, એ જગ્યાએ આ રોબોટને સામાન લઈને મોકલી શકાશે.
પ્રાણીઓને મળશે છૂટકારો
ઘણાં દાયકાથી ઇન્ડિયન આર્મી દ્વારા જે જગ્યાએ વાહન ન જઈ શકે, ત્યાં સામાન પહોંચાડવા માટે 4000થી વધુ પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં પરિવર્તન આવશે. આ રોબોટ મ્યુલ્સને ટ્રેન કરવાની જરૂર નથી, તેમ જ તેમને પાણી અને ભોજનની પણ જરૂર નથી પડતી. એક્સ્ટ્રીમ વેધરમાં પણ તેઓ કાર્ય કરી શકે છે, એટલે પ્રાણીઓને છૂટકારો મળશે.
આ રોબોટિક મ્યુલ્સ (Robotic Mules) દ્વારા ભારતીય આર્મીને મળનારા મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છે:
1. સૈનિકોની સુરક્ષા વધારવી
રોબોટિક મ્યુલ્સ સૈનિકોની જગ્યાએ ખતરનાક વિસ્તારોમાં તૈનાત કરી શકાય છે, જેથી સૈનિકોના જીવના જોખમને ઘટાડવામાં મદદ થશે. સર્વેઇલન્સ, રેકી, અને ખતરનાક મિશન માટે રોબોટને મોકલી શકાય છે.
2. સુરક્ષા અને પેટ્રોલિંગ માટે શ્રેષ્ઠ
આ મશીન સેન્ટ્રી ડ્યૂટી માટે શ્રેષ્ઠ છે. અવિરત પેટ્રોલિંગ દ્વારા તેઓ આગોતરી શંકાસ્પદ ગતિવિધિઓ શોધી શકે છે. માનવ સૈનિકોની થાકની મર્યાદાને દૂર કરી શકશે.
3. બોમ્બ નિરાકરણમાં મદદ
ખતરનાક બોમ્બ ડિસ્પોઝલના મિશન માટે આ રોબોટ ઉપયોગી છે. મેન્યુઅલ નિરાકરણ કરતા આ વધુ સુરક્ષિત વિકલ્પ છે, અને તે ઘાતક પરિસ્થિતિઓમાં પણ પ્રવેશ કરી શકે છે.
4. લોજિસ્ટિક સપોર્ટ
પર્વતિય વિસ્તારો અથવા કઠોર પરિસ્થિતિઓમાં, જ્યાં માનવસાધન અથવા વાહનો પહોંચી શકતા નથી, ત્યાં આ મશીનો સરળતાથી આર્મીના સામાનનો જથ્થો પહોંચાડી શકે છે.
5. પ્રાણીઓનો પર્યાય
હવે ખડકાળ વિસ્તારમાં સામાન વહન કરવા માટે જાનવરોનો ઉપયોગ ઓછો થશે. આ રોબોટ માટે ભોજન, પાણી કે આરામની જરૂર નથી રહેતી, અને તે તીવ્ર પરિસ્થિતિમાં પણ કાર્યक्षम રહે છે.
- આ કારણે જાનવરોને સરળ જીવન મળશે.
- લૉજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે.
6. વિશિષ્ટ પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતા
રોબોટિક મ્યુલ્સ રગ્ડ ટેરેનમાં ચલાવી શકાય છે અને તે બધા વેધર-પ્રૂફ છે. તે ઉપભોક્તા માટે ટકાઉ અને બહુમુખી સાધન છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજી સાથે આ મશીનો ભારતીય આર્મીની કામગીરીમાં એક મોટો પરિવર્તન લાવશે.
ભવિષ્યમાં થશે વધારો
આર્મીને આ પ્રકારના 100 મ્યુલ્સ મળ્યા છે. હવે ધીમે-ધીમે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બહુ જલ્દી વિવિધ ઓપરેશનમાં તેમનો ઉપયોગ શરુ થશે. આર્મી પરેડમાં આ મ્યુલ્સનો સમાવેશ કરીને ઇન્ડિયન આર્મી મોર્ડન અને દરેક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં સક્ષમ છે એ દેખાડી દીધું છે. ધીમે ધીમે નવી ટૅક્નોલૉજીનો ઉપયોગ આર્મી દ્વારા કરવામાં આવશે.