યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને મહંત પૂ. રામદાસજી મહારાજ ના નેતૃત્વ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.
“તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું નિર્માણ અને વસુદેવ કુટુંબકમ ની ભાવનાથી ” ધર ઘર મેં હે રામ ” ની થીમ ઉપર આ ઉત્સવ ઉજવાયો. નાના બાળકો જે કે.જી થી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર ની સમજ સાથે ૧૦૮ બાળકોએ શ્રી રામના પાત્રો, ચોપાઈ, નૃત્ય, વાજિંત્ર વાદન જેવા પરફોર્મન્સ આપ્યા હતા . તપોવન ના ડાયરેક્ટર પૂ. સત્ય દાસજી મહારાજે સ્વાગત પ્રવચન કરી તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે મહંત પૂજ્ય રામદાસજી મહારાજ ના આશીર્વાદ સંભળાયા હતા.
સંસ્થાના માનદ શૈક્ષણિક સલાહકાર ડો. પ્રણવ દેસાઈએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ તેમજ ભવિષ્યની પ્રવૃત્તિ વિશે જાણકારી આપી હતી. તેમજ પૂ. નિર્ગુણદાસજી મહારાજ, પૂ. મોરારીદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ, ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના વહીવટ કરતા, પ્રિન્સિપાલ દ્વારા આયોજિત કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.