ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ ફરીથી સામાન્ય પરિસ્થિતિમાં લાવવા માટે વહીવટી તંત્રની ખૂબ જ ઝડપી અને અસરકારક કામગીરી કરી રહ્યું છે.
જે અંતર્ગત મહેમદાવાદના વાંઠવાળી ગામમાં પશુ દવાખાનાની ટીમ દ્વારા સ્થળાંતર કરેલ પશુઓના આરોગ્યની ચકાસણી કરી તેમને કૃમિનાશક દવા તેમજ જરૂરી સારવાર આપવામાં આવી હતી.
વધુમાં, નડિયાદ બાયપાસ રોડ, મહુધા-અલીણા રોડ અને વસો -રામોલ રોડ પર સફાઈ અને પડેલા ઝાડ કટીંગ કરી રસ્તાઓની અવર-જવર કાર્યરત કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.