Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી.

ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લાને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

ખેડા જિલ્લાના ચાર તાલુકાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે ૧૨૦ સ્ટાફ નર્સ અને CHO ને વિશેષ VIA પધ્ધતિ ની તાલીમ આપવામાં આવી છે. જેમાં તેઓને થીયરી અને પ્રેક્ટિકલ ની સમજ પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્ય ગર્ભાશયના મુખના કેન્સરના પ્રાથમિક ચરણોમાં લક્ષણોની ઓળખ અને યોગ્ય સારવારને સુનિશ્ચિત કરવો છે. ટ્રેનિંગ માટે પ્રીવેન્ટીવ ઓનકોલોજી એનસીઆઈ – AIIMS (All India Institute of Medical Sciences) દિલ્હીના ડૉક્ટર્સના માર્ગદર્શન હેઠળ નર્સોને આ મહત્ત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી છે .

આ અભિયાન કરવામાં ખેડા જિલ્લા ના આરોગ્ય વિભાગ નો ખૂબ સારો સહકાર મળ્યો છે . CDHO ડો. ધ્રુવે, CDMO ડો. કવિતા , ડો.અશ્વિન ઘોરી તથા તેમના સ્ટાફે આ કાર્યક્રમમાં આવીને વધારે સફળ બનાવ્યો હતો .

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.