જ્યારથી એલોન મસ્કે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) નો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેમણે આવક મેળવવા અંગે ઘણા મોટા નિર્ણયો લીધા છે. એક્સની કમાન સંભાળતાની સાથે જ એલોન મસ્કે યુઝર્સને ચોંકાવી દીધા અને બ્લુ ટિક માટે પૈસા લેવાનું શરૂ કરી દીધું. હવે ફરી એકવાર એલોન મસ્કે એવી જાહેરાત કરી છે કે, કંપની નવા એક્સ યુઝર્સ પાસેથી પૈસા વસૂલવાની તૈયારી કરી રહી છે.
ઈલોન મસ્કના આ નવા નિર્ણયથી એક્સના નવા યુઝર્સને અસર થશે અને યુઝર્સે કોઈપણ પોસ્ટને લાઈક કરવા, કોઈપણ પોસ્ટનો જવાબ આપવા કે બુકમાર્ક કરવા માટે થોડીક ફી ચૂકવવી પડશે.
X નવા વપરાશકર્તા પાસેથી લેવાશે ફી: મસ્કે આવો નિર્ણય કેમ લીધો?
અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે એલોન મસ્કે બોટ્સને કારણે થતી સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવા માટે આવો નિર્ણય લીધો છે. એલોન મસ્કે એક્સ એકાઉન્ટ યુઝરને પ્રત્યુતર આપતાં આ માહિતી આપી છે. એવું લાગે છે કે એલોન મસ્ક માને છે કે, એક્સના વપરાશકર્તાઓ પાસેથી ફી વસૂલવી એ બૉટોના હુમલાથી બચવાનો એકમાત્ર રસ્તો છે.
This policy was previously only active in New Zealand and the Philippines
— X Daily News (@xDaily) April 15, 2024
મસ્કએ એમ પણ કહ્યું કે આ નિયમ X માં જોડાતા નવા વપરાશકર્તાઓને લાગુ પડશે. નવું એકાઉન્ટ બનાવ્યાના ત્રણ મહિના પછી, વપરાશકર્તાઓ કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના પોસ્ટ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઑક્ટોબરમાં, એલોન મસ્કે ફિલિપાઇન્સ અને ન્યુઝીલેન્ડમાં નવા વપરાશકર્તાઓ પાસેથી વાર્ષિક $1 વસૂલવાની જાહેરાત કરી હતી.
SPECULATION: X might be expanding its policy to charge new users before they reply/like/bookmark a post https://t.co/odqeyeiHBx pic.twitter.com/EU71qlwQ0D
— X Daily News (@xDaily) April 15, 2024
એલોન મસ્કે અત્યાર સુધી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ઘણોબધો ફેરફાર સાથે આકરા નિર્ણયો પણ કર્યો છે. આ વર્ષે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચની વચ્ચે અંદાજે 2 લાખ 13 હજાર જેટલા એકાઉન્ટ બંધ કરી દીધા છે. આ કંપનીની પોલિસીનો ભંગ કરી રહ્યાં હતા. જેના કારણે આવા એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Text strings change detected (Website). pic.twitter.com/L5PGb79bCF
— X Updates Radar (@xUpdatesRadar) April 15, 2024
Twitter થી x સુધીમાં ઘણુંબધુ બદલાઈ ગયું
સ્વાભાવિક છે કે જ્યારથી એલોન મસ્કે ટ્વિટરને પોતાના હાથમાં લીધું છે ત્યારથી આ પ્લેટફોર્મ પર ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. તેનું નામ અને લોગો પણ બદલાઈ ગયો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે મસ્ક Xને શું ગણશે?
તમને જણાવી દઈએ કે બ્લુ ટિક વેરિફિકેશન માટે મસ્ક પહેલાથી જ ચાર્જ લગાવી ચૂક્યા છે. અને હવે ટ્વિટર યુઝર્સે ટ્વિટ કરવા, પોસ્ટ કરવા, ટિપ્પણી કે જવાબ આપવા અને બુકમાર્ક કરવા માટે થોડી રકમ ચૂકવવી પડશે. જો કે, નવા નિયમો ક્યારે શરૂ થશે અને તેના માટે ચોક્કસ કેટલી રકમ હશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.