Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ભાજપ લોકસભા સીટ ના ઉમેદવાર નીમૂબેન બાંભણિયા એ ભર્યું ફોર્મ , સભા સમયે કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પેહરી રૂપાલા હાય હાય ના લાગ્યા નારા

ભાજપ લોકસભા સીટ ના ઉમેદવાર નીમૂબેન બાંભણિયા એ ભર્યું ફોર્મ , સભા સમયે કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પેહરી રૂપાલા હાય હાય ના લાગ્યા નારા

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટી ના ઉમેદવારો પોતાની નામાંકન ભરવા લાગ્યા છે આજે વિજય મુહર્ત માં લોકસભા સીટ ના ભાજપ ના ઉમેદવાર નીમૂબેન બાંભણિયા એક જંગી સભા ને એ.વી સ્કૂલ ના ગ્રાઉન્ડ માં સંબોધી હતી જેમાં પોરબંદર સીટ ના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ મંડીવાયા ની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી .

સભા સમયે ગ્રાઉન્ડ ક્ષત્રિય સમાજ ના યુવકો દ્વારા સૂત્રોચાર કરી કાળી પટ્ટી અને કાળા કપડાં ફરકાવ્યા હતા અને રૂપાલા હાય હાય ના નારા લગવાયા હતા , નારા લાગતા ની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પ્રદર્શનકારીઓ ની ધરપકડ કરી પોલીસ જીપ માં બેસાડી લઈ ગયા હતા .
સભા સમાપ્ત થયા બાદ નિમુબેને શકતી પ્રદર્શન કરતી રેલી કાઢી શહેરના ભીડભંજન મહાદેવ ના આશીર્વાદ લેવા પોહચ્યા હતા અને ભગવાન શિવ ના આશીર્વદ લીધા બાદ નીમુબેન બાંભણિયા કલેકટર ઓફિસ પોતાનુ નામાંકન ભરવા પોહચ્યા હતા .

 

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.