પહેલગામમાં થયેલ નિંદનીય આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોની હત્યાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતકોને ખેરગામ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ તથા કથાકાર પ્રફુલ શુક્લની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમની આત્માની શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી. તો નવસારીમાં પણ આજે સાંજે 7.00 કલાકે નવસારી મહાનગર પાલિકા પાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ -બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સહિત તમામ હિન્દુ સંગઠનો દિવંગત આત્માઓને મોટી સંખ્યામાં એકત્ર થઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ ઘટના મામલે દેશમાં દરેક નાગરિક આતંકી ઘટનાને અંજામ આપનાર આતંકીઓને મોતને ઘાટ ઉતારવાની માંગ કરી રહ્યા છે.