Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

ડાકોર – ઠાસરા રોડ પર ત્રિપલ અકસ્માત : ડમ્પર, ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત

ડાકોર – ઠાસરા રોડ પર ત્રિપલ અકસ્માત : ડમ્પર, ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત

ખેડા જિલ્લાના ડાકોર – ઠાસરા રોડ ઉપર મંગળવારે મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

એસટી બસ, ટેમ્પો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડાકોર – ઠાસરા રોડ ઉપર ધુંઢી નજીક સાઇડમાં ઉભી રહેલા ડમ્પરની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી લોડિંગ રીક્ષા અથડાઇ હતી, આ દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસ પણ અથડાઇ હતી. જેને કારણે રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટનામાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવતા પોલીસ અને ૧૦૮ ને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.