કઠલાલ તાલુકામાં આવેલા પિઠાઈ ટોલનાકા પાસે તંત્ર દ્વારા ગામમાં આવવાનો માર્ગ બનાવ્યો છે. ત્યારે ટોલનાકા પાસે નો અન્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને લઈ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
અમદાવાદ થી લાડવેલ ચોકડી વચ્ચે આવેલા પિઠાઈ ટોલનાકા પાસે એક કિલોમીટરનો માર્ગ જોખમી બન્યો છે. ત્યારે ટોલ બચાવવા માટે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે આ માર્ગ ઉપર જોખમી ખાડાઓ પડી જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ માર્ગ પર રાત્રિ દરમિયાન જો કોઈ વાહન ચાલક પસાર થાય તો તેને કમર તોડ માળ સહન કરવાનો વારો આવ્યો छे.
આ માર્ગને લઈ વાહન ચાલકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ ક્યારે બનાવવામાં આવશે તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. જોકે, ટોલનાકા પાસે આવેલું હોવાને લઇ આ માર્ગ પરથી દિવસ અને રાતે મોટી સંખ્યામાં વાહનચાલકો અવર જવર કરવા છતા પણ કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. જને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.