વર્ષમાં 65,000 H-1B વિઝા આપવામાં આવે છે ટ્રમ્પ સરકાર હેઠળ H-1B વિઝા માટેના કડક નિયમો પરત આવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ લાખો ભારતીયો માટે એક મુદ્દે ચિંતા જોવા મળી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝાને લગતા નિયમોમાં ફેરફાર કરી શકે છે. અમેરિકામાં H-1B વિઝાના માધ્યયમથી કંપનીઓને વિદેશી વર્કર્સને કામ પર રાખવાની અનુમતિ મળે છે.
લાખો ભારતીય H-1B વિઝાને લઈ અમેરિકામાં છે અને IT અને ફાયનાન્સ જેવા સેક્ટર્સમાં જોબ કરી રહ્યા છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ નિયમોમાં ફેરફાર કરી શકે છે.
H-1B વિઝા પર કડક નિયમો આવી શકે છે
અમેરિકામાં વિપ્રો, ઇન્ફોસિસ અને TCS જેવી ઘણી ભારતીય ટેક કંપનીઓ છે. આ વિઝા પર તેઓ ભારતીયોને અમેરિકા બોલાવે છે અને નોકરી આપે છે. વર્ષમાં 65,000 H-1B વિઝા આપવામાં આવે છે, જેમાંથી મોટો હિસ્સો ભારતીયોને જાય છે. ટ્રમ્પ સરકાર હેઠળ H-1B વિઝા માટેના કડક નિયમો પરત આવી શકે છે.
વિઝા અરજીઓની ચકાસણી વધુ કડક બની શકે છે અને નિયંત્રણો પણ લાદવામાં આવી શકે છે. એટલે કે લોકો H-1B વિઝા સરળતાથી મેળવી શકશે નહીં. ટ્રમ્પ અમેરિકાની કંપનીઓ પર સ્થાનિક લોકોને જ નોકરી આપવા દબાણ કરશે. ભારતીય કંપનીઓને પણ સ્થાનિક લોકોને નોકરી આપવાની ફરજ પડશે.
આશંકા શા માટે ઊભી થાય છે?
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં H-1B વિઝા અંગે કડક પગલાં લીધા હતા. જેના કારણે કંપનીઓને અસર થઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન, H-1B વિઝા માટે યોગ્યતાના માપદંડ કડક કરવામાં આવ્યા હતા.
વિઝા મેળવવાનો સમય વધી ગયો હતો. વિઝા અરજીઓનો અસ્વીકાર દર પણ વધ્યો હતો. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, વિઝા ધારકો માટે જરૂરી લઘુત્તમ પગારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ ફરીથી આવી નીતિઓ લાવી શકે છે. તેનાથી ભારતીયોની મુશ્કેલીઓ વધશે.