Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

ટ્રમ્પનો નવો આદેશ : H-1B વિઝા માટે 1 લાખ ડોલર ફી

ટ્રમ્પનો નવો આદેશ : H-1B વિઝા માટે 1 લાખ ડોલર ફી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા H-1B વિઝા અરજીઓ પર ભારે ફી લગાવવાની જાહેરાત કરી છે, જેનો સીધો પ્રભાવ ભારતીય IT વ્યાવસાયિકો અને અમેરિકાની ટેક કંપનીઓ પર પડશે. આ નવા નિયમ મુજબ હવે H-1B વિઝા પેટિશન્સ માટે અત્યારે ભરાતી સામાન્ય એડમિનિસ્ટ્રેટિવ ફીઓ ઉપરાંત વધારાની $1 લાખ અમેરિકન ડોલર (લગભગ ₹90 લાખ)ની ફી ભરવી ફરજિયાત રહેશે. ટ્રમ્પ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયનો મુખ્ય હેતુ અમેરિકન કામદારોના હિતોને પ્રાથમિકતા આપવો, વિદેશી કુશળ કામદારોના વિઝા પ્રોગ્રામમાં દુરુપયોગ અટકાવવો અને કંપનીઓને સ્થાનિક ટેલેન્ટને વધારે તક આપવા પ્રોત્સાહિત કરવો છે.

હાલમાં H-1B વિઝા માટે અરજદારોને લોટરી રજિસ્ટ્રેશન માટે આશરે $215 અને ફોર્મ I-129 માટે $780, તેમજ અન્ય એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ સહિત લગભગ $1,500 જેટલી ફી ભરવી પડતી હતી. પરંતુ હવે નવી નીતિ અનુસાર આ વધારાની $1 લાખની ફી દર વર્ષે ભરવી પડશે. આ કારણે ખાસ કરીને અમેરિકાની નાની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને મધ્યમ કદની ટેક ફર્મ્સ માટે આર્થિક બોજ ઘણો વધી જશે, કારણ કે તેમની માટે કુશળ વિદેશી કામદારોને સ્પોન્સર કરવું અત્યંત ખર્ચાળ બની જશે. મોટા કોર્પોરેટ્સ – જેમ કે એમેઝોન, માઈક્રોસોફ્ટ, ગુગલ અને મેટા જેવી કંપનીઓ – પાસે આ વધારાની રકમ ભરી શકવાની ક્ષમતા છે, પરંતુ નાના વ્યવસાયો માટે આ ફી મોટો અવરોધ સાબિત થઈ શકે છે.

આ નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડશે, કારણ કે ભારત H-1B વિઝા મેળવનારામાં સૌથી આગળ છે. 2020થી 2023 દરમિયાન જારી થયેલા H-1B વિઝામાંથી લગભગ 71% વિઝા ભારતીય અરજદારોને મળ્યા હતા, જ્યારે ચીન બીજા ક્રમે લગભગ 11.7% સાથે હતું. 2025ના પ્રથમાર્ધમાં જ એમેઝોન, AWS, માઈક્રોસોફ્ટ અને મેટા જેવી ટેક કંપનીઓએ હજારો H-1B વિઝા મેળવ્યા હતા, જેમાંથી મોટા ભાગના ભારતીય ટેક નિષ્ણાતો હતા. નવા નિયમો અમલમાં આવતા ભારતીય કુશળ વ્યાવસાયિકો માટે અમેરિકામાં રોજગારી મેળવવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ અને ખર્ચાળ બનશે.

વિશ્વના ટેક ક્ષેત્રમાં પહેલેથી જ મેનપાવરની અછત હોવા છતાં આ પગલું અમેરિકાની પોતાની કંપનીઓ માટે પણ પડકારરૂપ બની શકે છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે આ નીતિ અમેરિકાની અર્થવ્યવસ્થાને લાંબા ગાળે અસર કરી શકે છે, કારણ કે ઘણી કંપનીઓને હવે કીફાયતી દરે ઉચ્ચ કક્ષાના ટેક ટેલેન્ટ મેળવવામાં મુશ્કેલી પડશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.