18 સપ્ટેમ્બરનાં રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તંગદિલી ફેલાવનારી ઘટના બની, જ્યાં મુસ્લિમ ટોળાંએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગોધરા પોલીસે એક મુસ્લિમ યુવાનને નવરાત્રિ પહેલાં સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડિયો પોસ્ટ કરવા અંગે ચેતવણી આપવા માટે બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ માત્ર એટલો જ હતો કે ધાર્મિક તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા બગડે નહીં અને શાંતિ જળવાય. પરંતુ, યુવાનને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હોવાની જાણ થતા શહેરના કેટલાંક વિસ્તારોમાંથી મુસ્લિમ સમુદાયના લોકો અચાનક મોટી સંખ્યામાં એકત્ર થયા અને પોલીસે યુવકને ધમકાવ્યો હોવાના અફવા ફેલાવા લાગ્યા. થોડા જ સમયમાં ભીડે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતાં હિંસક બની ગઈ.
गोधरा मैं मुस्लिम गुट ने पुलिस चौकी मैं की जबरदस्त तोड़फोड़.
सोशल मीडिया मैं रील वायरल होने के बाद माहौल बिगड़ा.
भारी संख्या मैं पुलिस बल उतारा गया.
स्थिति तनावपूर्ण बनी हुई है.@sanghaviharsh @GujaratPolice @SP_Panchmahal Gujarat | Godhra pic.twitter.com/z95UgizDmK
— One India News (@oneindianewscom) September 19, 2025
સાક્ષીઓના જણાવ્યા મુજબ, ટોળાંએ પોલીસ સ્ટેશન અને નજીકની ચોકી નંબર ચાર પર પથ્થરમારો શરૂ કર્યો, જેમાં સરકારી મિલકતનું નુકસાન થયું અને કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઇજાઓ પહોંચી. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ કરવાનો નિર્ણય લીધો અને ભારે પોલીસ બળ સ્થળ પર તાત્કાલિક મોકલાયું. થોડા સમય બાદ ભીડ વિખેરાઈ અને સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ. પોલીસ અધિકારીઓ, જેમાં રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા, સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થળ પર રહી કાયદો વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી સંભાળી.
પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વારંવાર ભડકાઉ પોસ્ટ કરતો યુવાનને માત્ર ચેતવણી આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે યુવકને કોઈ ધમકી આપવામાં આવી નહોતી, પરંતુ ખોટી અફવાઓના કારણે અણધાર્યો તણાવ સર્જાયો. પોલીસએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને વિસ્તારને શાંત રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલ ગોધરામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ સુરક્ષા દળો સતર્ક છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel