નડિયાદ પશ્ચિમના એએસઆઈ રાકેશકુમાર અને સ્ટાફ આજે સવારે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે સરદાર નગર પાસે ભૈયા ચાલીમાં છાપો માર્યો હતો. ત્યારે કપીલ જગદીશભાઈ યાદવ તેના ઘરેથી વિદેશી દારુની આઠ બોટલ કિ.રુ. ૮૦૦ના માલ સાથે પકડાઈ ગયો હતો. પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી.
બીજી તરફ મહેમદાવાદ પોલીસે મળેલ બાતમીને આધારે માલવા ફળિયા પાસે વોચ ગોઠવી એકટીવા ઉપર ૪૫ લિટર દેશી દારૂ લઈને જતાં એક શખ્સને ઝડપી પાડયો હતો.
મહેમદાવાદના હેકુ જયવીર સિંહ અને સ્ટાહ ગઈકાલે પોલીસ મથકે હાજર હતા. ત્યારે રાત્રિના સમયે તેમને બાતમી મળી હતી. એટલે તેમણે માલવા ફળિયા પાસે વોચ ગોઠવી હતી ત્યારે રોહિતભાઈ ગોપાલભાઈ તળપદા રહે ભાથીજી ફળિયું મહેમદાવાદ એક્ટિવા લઈને આવી રહ્યો હતો. પોલીસે તરત જ તેને ઉભો રાખ્યો અને જોયું તો એકટીવા ની આગળ ત્રણ કેરબાં પડેલા હતા.જેની અંદર ૪૫ લિટર દેશી દારૂ હતો. પોલીસ પૂછતાછમાં આ દારૂ તેમને રમીલાબેને ભરી આપ્યા હતો એટલે પોલીસે તરત જ બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.