ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટ કરી દીધુ છે કે કમિટી 2 ફેબ્રુઆરીના રોજ તેનો ડ્રાફ્ટ સોંપશે અને વિધાનસભાના આગામી સત્રમાં સરકાર તેને લાગુ કરશે. મુખ્યમંત્રી ધામીએ સ્પષ્ટ કહ્યું છે કે ડ્રાફ્ટ મળતાની સાથે જ તેના પર બિલ લાવીને તેને લાગુ કરી દેવામાં આવશે.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के 'एक भारत,श्रेष्ठ भारत' के विजन और चुनाव से पूर्व उत्तराखण्ड की देवतुल्य जनता के समक्ष रखे गए संकल्प एवं उनकी आकांक्षाओं के अनुरूप हमारी सरकार प्रदेश में समान नागरिक संहिता लागू करने हेतु सदैव प्रतिबद्ध रही है।
यूनिफॉर्म सिविल कोड का…
— Pushkar Singh Dhami (@pushkardhami) January 29, 2024
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ X પર લખ્યું કે, આદરણીય વડાપ્રધાન @narendramodi જીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝન અને ઉત્તરાખંડની ઈશ્વર સમાન જનતા સમક્ષ મૂકેલા સંકલ્પ અને તેમની આકાંક્ષાઓને અનુરૂપ અમારી સરકાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનેલી કમિટી 2 ફેબ્રુઆરીના રોજ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સોંપશે અને અમે આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીને રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું.
મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાચચીતમાં કહ્યું કે, 5 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યુ છે. આ સત્રમાં UCCને લાગુ કરવાનું બિલ પણ પાસ કરવામાં આવશે. આ સાથે જ ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બની જશે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે.