પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં મતદારયાદીના વિશેષ સથન સુધારણા (SIR)ની કામગીરી દરમિયાન એક અનોખી ઘટના બની. SIRની પ્રક્રિયાએ લગભગ ચાર દાયકાથી લાપતા એક પરિવારના મોટા દીકરાનું પરિવાર સાથે ફરી મિલન કરાવી દીધું. ચકવર્તી પરિવારનો મોટો દીકરો વિવેક ચકવર્તી વર્ષ ૧૯૮૮થી લાપતા હતો. પરિવારે તેને વર્ષો સુધી શોધ્યો પણ તે મળ્યો જ નહોતો.
આ ઘટનાના લગભગ ૩૭ વર્ષે પરિવારે પણ વિવેક સાથે ફરી મિલનની આશા છોડી દીધી હતી પરંતુ SIRની કામગીરીએ એ દરવાજા ખોલી નાખ્યા કે જેને પરિવાર બંધ સમજી ચૂક્યો હતો. નોંધનીય છે કે વિવેકનો નાનો ભાઈ પ્રદીપ ચકવી તે વિસ્તારનો બૂથ લેવલ ઓફિસર (BLO) છે. SIR અંતર્ગત વિસ્તારના દરેક ફોર્મ પર તેમનું નામ અને મોબાઈલ નંબર છપાયેલા હતા. વિવેકનો દીકરો કોલકાતામાં રહે છે, જે તેના કાકા વિશે કંઈ જાણતો નહોતો. તેણે ડોક્યુમેન્ટ્સ માટે મદદ માગવા પ્રદીપને ફોન કર્યો.
પહેલાં ડોક્યુમેન્ટ્સ અંગે વાત થઈ પણ પછી ધીમે ધીમે પરિવારની કડીઓ જોડાવા લાગી. પ્રદીપે જણાવ્યું કે મારા મોટા ભાઈ છેલ્લે ૧૯૮૮માં ઘરે આવ્યા હતા. ત્યાર બાદથી લાપતા છે. અમે બધે શોધ્યા પણ તેમણે સંબંધ કાપી નાખ્યો. જયારે આ યુવકના (વિવેકનો પુત્ર) જવાબ અમારા પરિવારની એ વાતો સાથે મળવા લાગ્યા કે જે માત્ર અમે જ જાણીએ છીએ ત્યારે મને લાગ્યું કે હું મારા ભત્રીજા સાથે વાત કરી રહ્યો છું.
આ રીતે ૩૭ વર્ષથી લાપતા ચકવર્તી પરિવારનો મોટો દીકરો મળી ગયો. બંને તરફ ખુશીની લહેર હતી. ત્યાર બાદ પદીપે પહેલ કરીને વિવેક સાથે વાત કરી. ૩૭ વર્ષ બાદ બંને ભાઈઓના કાને એકબીજાનો અવાજ પડયો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel