Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને 2024 ના છેલ્લા શનિવારે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા.

જેમાં ગરમ સ્વેટર, જેકેટ, હુડી, ટોપી, મફલર, બ્લેન્કેટ જેવા ગરમ કપડા દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી અને દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો. આ પ્રસંગે રામધુન કરવામાં આવી.

આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો આ શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.