ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળકી પર રેપનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ પછી સારવાર માટે યુવતીને ઈન્દોર રીફર કરવામાં આવી છે. આ ઘટના બાદ બાળકીની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉજ્જૈન એસપીએ SITની રચના કરી છે.
મળતી માહિતી પ્રમાણે પીડિત યુવતી ઉત્તર પ્રદેશની હોવાની શક્યતા છે. ઉજ્જૈનના પોલીસ અધિક્ષક સચિન શર્માએ જણાવ્યું કે, મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. આ પછી તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યારે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. તેને લોહીની જરૂર હતી. આ દરમિયાન મહાકાલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ પણ યુવતીને બ્લડ આપ્યું હતું.
યુવતીએ પોતાના પર રેપ થયો છે તેવી કોઈ માહિતી આપી ન હતી, પરંતુ તેના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, તેની સાથે ગેંગ રેપ થયો છે.
બાળકીની ઉંમર અંગેના દસ્તાવેજો પણ હજુ સુધી મળ્યા નથી. તેની ઓળખ પણ થઈ શકી નથી પરંતુ તેની ભાષા પરથી લાગે છે કે તે પ્રયાગરાજની હોઈ શકે છે.”
उज्जैन में एक छोटी बच्ची के साथ अत्यंत क्रूरतापूर्ण दुराचार का मामला देखकर रूह कांप जाती है। 12 साल की बेटी के साथ जिस तरह का दुष्कृत्य हुआ और जिस तरह से वह अर्धनग्न अवस्था में शहर के कई इलाकों में भागती रही और फिर बेहोश होकर सड़क पर गिर गई, उससे मानवता शर्मसार हो जाती है।
ऐसी…
— Kamal Nath (@OfficeOfKNath) September 27, 2023
આ ઘટનાને લઇને મહાકાલ પોલીસ સ્ટેશને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ રેપનો ગુનો નોંધ્યો છે. જો કે હજુ સુધી આરોપીઓની ઓળખ થઈ શકી નથી. યુવતીનું નિવેદન બહાર આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. પોલીસ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહી છે. ઉજ્જૈન પોલીસ પ્રયાગરાજ પોલીસનો પણ સંપર્ક કરી રહી છે.