ગળતેશ્વર તાલુકાના વાડદ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે શનિવારે ભોજન કક્ષના દ્વારા જ ન ખુલતા એસ એમ સી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. શાળાને બે પાળીમાં ચલાવવામાં આવતા અને મધ્યાહન ભોજન નહીં મળતા વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવાની નોબત આવી હતી. ૨ કીમી દૂરથી શાળામાં અભ્યાસ મેળવવા માટે આવતા બાળકોને સંચાલકે ભૂખ્યા રાખ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી આ બાબતે કડકહાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, વાડદ પ્રાથમિક શાળામાં ૬૦૦થી વધુ વિધાર્થીઓ બે પાળીમાં શિક્ષણ મેળવવા ૨ કીમી જેટલા દૂર અંતરથી ચાલીને આવે છે. જે બાળકો માટે સરકાર મધ્યાહન ભોજન હેઠળ ભોજન વ્યવસ્થા માટે ભોજન ખંડ બનાવ્યો છે. પરંતુ શનિવારે આ ભોજન ખંડના દ્વાર જ ખુલ્યા ન હતા. જેથી રસોઇ જ બનાવવામાં આવી ન હતી. દૂરથી આવતા બાળકોને ભૂખ્યાં રહેવાનો વારો આવતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વાતની જાણ એસમએમસીના સભ્યોને જતા તેઓએ શાળાએ જઇને હોબાળો મચાવ્યો હતો. તેમજ આ સમગ્ર બાબતમાં સંચાલકોની બેદરકારી અને મનમાની માલૂમ પડી હતી. કોના કહેવાથી સંચાલકો દ્વારા જમાવાનું બનાવવામાં આવ્યુ નથી. તે અંગે તપાસ થાય તે જરૂરી છે. આ બાબતે એસએમસીના સભ્યોએ સંચાલકને પોતાની ભૂલનું ભાન આવે તે જરૂરી છે.