Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સીધી ભરતી કરવામાં આવશે. આ ફોર્સમાં 81 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે અને આ તમામ જગ્યાઓ અધિસૂચિત રીતે માત્ર અગ્નિવીર યુવાનો માટે અનામત રહેશે. આ જાહેરાત આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસરે કરવામાં આવી હતી અને રાજ્ય સરકારના વન્યજીવન સંરક્ષણ તથા યુવાનોને રોજગારી આપવાના દ્રષ્ટિકોણને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ દળ વાઘોના તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે એક સશક્ત પગલું છે. અગ્નિવીર તરીકે દેશની સેવામાં રહીને તાલીમ લીધેલા યુવાનો પાસે શિસ્ત, શારીરિક ક્ષમતા અને સંકટ સમયે ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા હોય છે. આ સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેમને ટાઈગર પ્રોટેક્શન ફોર્સમાં સામેલ કરવામાં આવશે, જેથી તેઓ જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, ગુપ્તચર માહિતી એકત્ર કરવા, તેમજ ગેરકાયદેસર શિકાર કરનારાઓ વિરુદ્ધ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી શકે. સાથે જ તેઓ લાકડાની દાણચોરી, ખાણકામ અને અતિક્રમણ જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખશે.

આ ફોર્સ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રહેશે જેમાં ડ્રોન સર્વેલન્સ, થર્મલ ઇમેજિંગ કેમેરા, જીપીએસ ટ્રેકિંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે, જેથી તેમની કામગીરી વધુ દક્ષ બને. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ઘણી વખત વાઘો માનવ વસાહતોમાં પ્રવેશી જાય છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ ઊભો થાય છે. આવાં સંજોગોમાં પણ આ ટ્રેન્ડ ફોર્સને સ્થિતિ સંભાળવામાં સહાયરૂપ થવાં માટે તૈયાર કરવામાં આવશે, જેથી માનવ અને વન્યજીવન બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઇ શકે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની નોકરીઓમાં અગ્નિવીરો માટે 10 ટકા અનામત આપવાની યોજના પણ વિકસાવવામાં આવી રહી છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત અને સ્થિર બની શકે. આ પગલાં વડે ન માત્ર પૂર્વ અગ્નિવીરોને વધુ સન્માન સાથે નોકરીઓ મળશે, પણ તેમના અનુભવનો ઉપયોગ કરીને વન્યજીવન અને પર્યાવરણ સુરક્ષાને પણ મજબૂતી મળશે. આ પહેલ એકસાથે સંરક્ષણ, રોજગારી અને પર્યાવરણ-જાગૃતિના ત્રિવેણી સંગમ સમાન છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.