તારીખ 09/07/ 2024 ના રોજ ફરિયાદી જાગૃતિબેન ને વડતાલ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાઈ હતી કે અઢી લાખ રૂપિયા રોકડા લઇ અમો આણંદ થી મેમદાવાદ જતા હતા તે દરમિયાન ગુતાલ હાઇવે પાસે બે લૂંટારો એકટીવા લઇ અઢી લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા.
આ સમગ્ર મામલે વડતાલ પોલીસે તપાસ કરતા સીડીઆર અને સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરતા ફરિયાદી જાગૃતિ બેન જ આરોપી નીકળ્યા.
આણંદ થી મહેમદાવાદ જતા ચોરીનો પ્લાન રચ્યો હતો. ગુતાલ ઓવરબ્રીજ પાસે આગળ જઇ સુમસામ રોડ ઉપર અંજામ આપી પોલીસ ને બેવકૂફ બનાવવાની કોશિશ કરી, સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી જાગૃતીબેન રાકેશભાઈ વસાવા તથા તેમના પતિ રાકેશભાઈ વસાવા તથા જીતુભાઈ સ્વપ્નિલ નવનીત ઉર્ફે નીલ ઉર્ફે નીલ્યો કલ્પેશ ઉર્ફે રોહન આ ચાર આરોપીએ જાગૃતિબેનના કહેવાથી ગુતાલ બ્રિજ પાસે ઉભા રહી સમગ્ર ચોરીનો અંજામ આપ્યો હતો. વડતાલ પોલીસે સીડીઆર અને સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર ઘટના ના આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.