વડતાલ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ, દરમ્યાન વડતાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પોલીસ માણસો વડતાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે એક ઇસમ ચોરીની પેશન પ્રો મો.સા લઇ પેટલાદ તરફથી વલેટવા ચોકડી થઇ નડીયાદ તરફ જનાર છે જે બાતમી આધારે સદર ઇસમની વોચ તપાસમાં રહી ઉપરોકત ઇસમ આવતા તેને પેશન પ્રો મો.સા સાથે રોકી લઇ નામઠામ પુછી સદર ઇસમ પાસેથી મળી આવેલ મો.સાની તપાસ કરતા મો.સા.નો રજી નંબર GJ 23 BQ 6551 હતો અને મો.સા બાબતે જરૂરી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને સદર ઇસમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે, આ મોટર સાયકલ આજથી આશરે ત્રણેક માસ અગાઉ હું અજરપુરા ગામ ખાતેથી ચોરી કરેલ લાવેલ હોય તેમજ સદરહું જગદીશભાઇ ઉર્ફે જીગો ગોરધનભાઇ રોહિત અત્રેના પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતો હોય તેને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
તેમજ આ અગાઉ જગદીશ ઉંર્ફે જીગો ગોરધનભાઇ રોહિત નાઓએ સાણંદ ખાતેથી એક ઇક્કો ગાડી નં- GJ 38 B 0186 ની ચોરી કરેલ હતી. જેમાં તે તથા મુકેશ ઉર્ફે બાલી રમેશભાઇ ઇશ્વરભાઇ સોલંકી બંને જણાએ ગઇ તા. ૨૧/૧૦/૨૦૨૩ ના રોજ વલેટવા ચોકડી નડીયાદ રોડ ઉપરથી ચોરી કરી તાંબા પિત્તળના વાસણો કિ.રૂ.૪,૬૬,૨૦૦/- ની ચોરી કરી લાવેલ હતા જેમાં મુકેશ ઉર્ફે બાલી અગાઉ પકડાઇ ગયેલ હતો અને મુકેશ ઉર્ફે બાલી પાસેથી ઇક્કો ગાડી તથા તાંબા પિત્તળના વાસણો ગુનાના કામે કબજે કરેલ હતા.