ભાવનગરના સિહોર ખાતે આજે 15 ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ના ચૂંટણી પ્રચારમાં આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ઉમેદવાર નિમુબેને ફુલહાર થી રાજનાથસિંહનું સ્વાગત કર્યું હતું.આ અવસરે ધારાસભ્યો,સંગઠન ના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ વીશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નિમુબેન બાંભણીયા ના ચૂંટણી પ્રચારમાં સિહોર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.વિશાળ જનમેદની ને સંબોધતા તેમણે પ્રથમ કેન્દ્ર સરકારની કામગીરી વર્ણવી વખાણ કરતા કહ્યું કે હું એવુ નથી કહેતો કે અગાઉની કોઈ સરકારે કામ નથી કર્યા પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મોદી સરકારે જેટલો વિકાસ કોઈ એ અગાઉની કોઈ સરકારે કર્યો નથી.આતંકવાદી હુમલા અંગે કહ્યું કે કોંગ્રેસની હકૂમતમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ અનેકવાર બની છે.તેમજ અનેક રાજ્યોમાં આંતરિક હુમલાની ઘટનાઓ બનતી હતી.હવે આજે ભારતમાં ક્યાંય આતંકવાદી હુમલા ખાસ થતા નથી. પાડોશી દેશને ખબર પડી ગઈ છે કે ભારત હવે પહેલા નું ભારત નથી.આ નવું ભારત છે જે ભારત પાડોશીના ઘર માં પણ ઘુસી ને મારી શકે છે.રાહુલ ગાંધીએ રજવાડા અને મહારાજા ઉપર કરેલા ટિપ્પણી ને પણ વખોડી રાજનાથસિંહએ તેની ટીકા કરી હતી.સાથે ભ્રષ્ટચાર ડામવા દિલ્હીથી મોકલાયેલા 100 રૂપિયા છેલ્લામાં છેલ્લા માણસ સુધી પુરેપુરા પહોંચે છે .એટલે સરકાર ચલાવવાની રાજનીતિક આવડત એક માત્ર ભાજપ પાસે છે તેમ જણાવ્યું હતું.રામલલ્લા મહેલમાં પ્રવેશ કરી ચુક્યા છે.એટલે હવે દેશમાં રામરાજયનો આગાઝ થઈ ચુક્યો છે.રાજનાથસિંહે કહ્યું કે 2024 બાદ આગામી 10 વર્ષમાં કોંગ્રેસ ખતમ થઈ જશે.જેમ ડાયનાસોર ખતમ થઈ ગયા તેમ.આવનારા સમયમાં બાળકોને પૂછવામાં આવશે કે કોંગ્રેસ કોણ હતી?આમ ભાજપ સરકારની સિદ્ધિઓ અને કોંગ્રેસ પર પ્રહાર કરી આ ચૂંટણીમાં ભાવનગરના નિમુબેન ને જંગી બહુમતી થી જીત અપાવવા અપીલ કરી હતી.