Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 28°C

ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિહિપ ગુજરાતનું નિવેદન : ‘માતાજીમાં શ્રદ્ધા ન હોય તેનું ગરબામાં કોઈ કામ નથી’

ગરબાને મા જગદંબાની આરાધનાનું માધ્યમ ગણાવ્યું; હિન્દુ નામ કે પહેરવેશ ધારણ કરીને પ્રવેશ કરાતો હોવાનો દાવો, આયોજકોની જાહેરાતને આવકારી

ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિહિપ ગુજરાતનું નિવેદન : ‘માતાજીમાં શ્રદ્ધા ન હોય તેનું ગરબામાં કોઈ કામ નથી’

નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાના આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ગુજરાતે પોતાનું વલણ સ્પષ્ટ કરતું નિવેદન જાહેર કર્યું છે. વિહિપે ગરબાને હિન્દુ ધર્મની આસ્થા અને મા જગદંબાની આરાધના સાથે જોડાયેલો પવિત્ર ઉત્સવ ગણાવ્યો છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘જેને માતાજીમાં શ્રદ્ધા ન હોય તેનું ગરબામાં કોઈ કામ નથી.’ આ નિવેદનને પગલે નવરાત્રીના ગરબામાં પ્રવેશ અને ધાર્મિક આસ્થાના મુદ્દે ચર્ચા ઊભી થઈ છે.

ગરબા માત્ર મનોરંજન નહીં, મા જગદંબાની આરાધનાનું માધ્યમ: વિહિપ

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતે પોતાના નિવેદનમાં ગરબાનું ધાર્મિક મહત્ત્વ સમજાવતાં જણાવ્યું છે કે ગરબો પવિત્ર હિન્દુ ઉત્સવ છે અને મા જગદંબાની આરાધના કરવાનું એક માધ્યમ છે. સંસ્થાના મતે ગરબામાં ભાગ લેનાર વ્યક્તિને માતાજી પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. આ દલીલના આધારે વિહિપે વિધર્મીઓના પ્રવેશ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

હિન્દુ નામ અને પહેરવેશ ધારણ કરીને પ્રવેશ કરાતો હોવાનો દાવો

વિહિપ ગુજરાતે નિવેદનમાં દાવો કર્યો છે કે કેટલાક લોકો હિન્દુ નામ ધારણ કરીને અથવા પહેરવેશ બદલીને ગરબામાં પ્રવેશ કરે છે. સંસ્થાએ આયોજકો દ્વારા આ મુદ્દે જાહેરાત કરવાને આવકારદાયક ગણાવી છે. જોકે, આપેલા નિવેદનમાં કોઈ ચોક્કસ ગરબા આયોજન, સ્થળ કે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

‘વંદે માતરમ્’નો ઉલ્લેખ કરી વિહિપે ઉઠાવ્યા સવાલ

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતે પોતાના નિવેદનમાં ‘વંદે માતરમ્’નો ઉલ્લેખ કરીને ભારતમાતાની આરાધનાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. વિહિપે સવાલ કર્યો છે કે જે લોકો ‘વંદે માતરમ્’માં પણ દેવી સ્વરૂપે ભારતમાતાની આરાધના કરતા નથી, તેઓ ગરબામાં શા માટે આવે છે?

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતનું સંપૂર્ણ નિવેદન

“ગરબામાં વિધર્મીઓના પ્રવેશ અંગે વિશ્વ હિન્દુ પરિષદનું સ્ટેન્ડ સ્પષ્ટ છે.

ગરબો એ પવિત્ર હિન્દુ ઉત્સવ છે, એ માં જગદંબાની આરાધના કરવાનું એક માધ્યમ છે. જેને માતાજીમાં શ્રદ્ધા ન હોય તેનું ગરબામાં કોઈ કામ નથી. આ વાસ્તવિકતાને સમજીને જ વિધર્મીઓએ ગરબા માં ન આવવું જોઈએ. આમ છતાં કેટલાક તત્વો હિન્દુ નામ ધારણ કરી કે પહેરવેશ બદલી ગરબામાં ઘૂસે છે. આયોજક દ્વારા જાહેરાત કરવી એ તો આવકારદાયક બાબત છે બાકી પ્રસાદ આપીને પણ કાઢવા પડે. જેને ‘વંદે માતરમ્’ માં પણ દેવી સ્વરૂપે ભારતમાતાની આરાધના નથી કરવી તે ગરબામાં શું ઘરવાપસી કરવા આવતા હશે?… બાકી જયચંદ ન થવામાં મજા છે. – વિહિપ ગુજરાત.

॥ જય માતાજી॥”

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.